View Hymn (Bhajan)
Hymn No. 2210 | Date: 20-Aug-19971997-08-201997-08-20છટકીને ક્યાંય તૂ જાતો નહીં, નજરથી ઓઝલ તું થાતો નહીંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhatakine-kyanya-tu-jato-nahim-najarathi-ojala-tum-thato-nahimછટકીને ક્યાંય તૂ જાતો નહીં, નજરથી ઓઝલ તું થાતો નહીં
પ્રભુ રહેજે મારા દિલમાં ને નજરની સામે, એક ક્ષણ પણ અળગો થાતો નહીં
મસ્તીમાં પણ મસ્તી તું છુપાવવાની, તું કરતો મારાથી દૂર તું જાતો નહીં
ફરીને ફરિયાદોની ગલીઓમાં મારે જાવું નથી, કે તું એવા ખેલ ખેલતો નહીં
નજરને આપજે નજરની ઠંડક, મારા દિલનો ખ્યાલ તું દિલથી ભૂલતો નહીં
પ્યાર ભર્યો ઇકરાર કરવો છે સંગ તારી, ખોટો ઝઘડો તું ઉભો કરતો નહીં
ભૂલવો છે દૂરીનો એ અહેસાસ, મને તું ફરી ફરીને એ યાદ અપાવતો નહીં
ના કરતો તું નખરા ખોટા મારી સંગ, કે મને તું વધારે પજવતો નહીં
તને કરવું હોય તે તું કરજે, પણ મારી આ નાની વાતને તું ભૂલતો નહીં
રહેજે સદાય મારા દિલમાં, મારી સંગ, ક્ષણ કાજે પણ દૂર તું જાતો નહીં
છટકીને ક્યાંય તૂ જાતો નહીં, નજરથી ઓઝલ તું થાતો નહીં