View Hymn (Bhajan)
Hymn No. 54 | Date: 29-Aug-19921992-08-291992-08-29કૃપા તારી પ્રભુ છે, તું કૃપાસિંધુ છે, આ તો કૃપા તારીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kripa-tari-prabhu-chhe-tum-kripasindhu-chhe-a-to-kripa-tariકૃપા તારી પ્રભુ છે, તું કૃપાસિંધુ છે, આ તો કૃપા તારી,
વરસાવે છે કૃપાને તું ક્યારે ખબર એની કોઈને પડતી નથી,
પાત્ર તું કોને બનાવે જાણ એની થાતી નથી,
સૂર્યના કિરણમાંથી વરસાવે કૃપા તારી,
સાગરની લહેર જેમ વરસાવે કૃપા તારી,
છે આ કૃપા તારી તો આ સૃષ્ટિ પર
જીવનને યોગ્ય બનાવે, પ્રભુ કૃપા તારી
નથી કાંઈ તારી કૃપા વગર જીવનમાં સંભવ
અસંભવને સંભવ બનાવે પ્રભુ કૃપા તારી ને તારી
કૃપા તારી પ્રભુ છે, તું કૃપાસિંધુ છે, આ તો કૃપા તારી