ક્ષણ એકની વાત છે, ક્ષણ એકમાં પ્રભુ, તું બધું કરી શકે છે
ક્ષણ એકમાં, હું પણ બધું કરી શકું છું, ક્ષણ એકમાં
ક્ષણ એકમાં, બગડેલી બાજીને તું સુધારી શકે છે
ક્ષણ એકમાં, સુધારેલી બાજીને હું બગાડી શકું છું
ક્ષણ એકમાં, તું મને હારમાંથી જીત સુધી પહોંચાડી દે છે
ક્ષણ એકમાં, હું જીતમાંથી હાર સુધી પહોંચી જાઉં છું
છે તાકાતવર પ્રભુ તું, પણ છું તાકાતવર હું પણ રે પ્રભુ
ક્ષણ એકમાં, તું આશાના મિનારાની ટોચ પર પહોંચાડી દે છે
ક્ષણ એકમાં, હું નિરાશાના તળિયે આળોટી જાઉં છું
ક્ષણ-ક્ષણની રમતમાંથી, તું મને બચાવતો રહ્યો છે
ક્ષણ-ક્ષણની રમતમાં, હું સદા ફસાતો રહ્યો છું
- સંત શ્રી અલ્પા મા
kṣaṇa ēkanī vāta chē, kṣaṇa ēkamāṁ prabhu, tuṁ badhuṁ karī śakē chē
kṣaṇa ēkamāṁ, huṁ paṇa badhuṁ karī śakuṁ chuṁ, kṣaṇa ēkamāṁ
kṣaṇa ēkamāṁ, bagaḍēlī bājīnē tuṁ sudhārī śakē chē
kṣaṇa ēkamāṁ, sudhārēlī bājīnē huṁ bagāḍī śakuṁ chuṁ
kṣaṇa ēkamāṁ, tuṁ manē hāramāṁthī jīta sudhī pahōṁcāḍī dē chē
kṣaṇa ēkamāṁ, huṁ jītamāṁthī hāra sudhī pahōṁcī jāuṁ chuṁ
chē tākātavara prabhu tuṁ, paṇa chuṁ tākātavara huṁ paṇa rē prabhu
kṣaṇa ēkamāṁ, tuṁ āśānā minārānī ṭōca para pahōṁcāḍī dē chē
kṣaṇa ēkamāṁ, huṁ nirāśānā taliyē ālōṭī jāuṁ chuṁ
kṣaṇa-kṣaṇanī ramatamāṁthī, tuṁ manē bacāvatō rahyō chē
kṣaṇa-kṣaṇanī ramatamāṁ, huṁ sadā phasātō rahyō chuṁ
|