Home » All Hymns » ક્યાંક ઓછું તો ક્યાંક વધારે, હર એક દિલમાં રહ્યો પ્યાર છે
  1. Home
  2. All Hymns
  3. ક્યાંક ઓછું તો ક્યાંક વધારે, હર એક દિલમાં રહ્યો પ્યાર છે
Hymn No. 1268 | Date: 20-May-19951995-05-20ક્યાંક ઓછું તો ક્યાંક વધારે, હર એક દિલમાં રહ્યો પ્યાર છેhttps://www.mydivinelove.org/bhajan/?title=kyanka-ochhum-to-kyanka-vadhare-hara-eka-dilamam-rahyo-pyara-chheક્યાંક ઓછું તો ક્યાંક વધારે, હર એક દિલમાં રહ્યો પ્યાર છે
હોય કોઈ ભલે વેરથી ભરેલું રે દિલ કે હોય કોઈ ઝેરથી ભરેલો
વેરઝેર ભરેલા હૈયામાં પણ, પ્યાર તો છે હર એક દિલમાં પ્યાર છે
પ્યાર એ જીવનનો આધાર છે, પ્યાર એ જીવનનો શ્વાસ છે
કહે કોઈ કે નથી મારા દિલમાં પ્યાર, પણ પ્યાર તો હર એક દિલમાં છે
કોઈ પામી શકે કે કોઈ ના પામી શકે, હર કોઈ પ્યાર પામવા ચાહે છે
મળે જગમાં સહુનો પ્યાર પોતાને, તમન્ના એવી દિલમાં હર કોઈ રાખે છે
ક્યારેક નફરતથી તો ક્યારેક વેરથી, પ્રેમ પામવા કોશિશ કોઈ કરે છે
પામવા જાય છે પ્રેમ પણ, પામવા પ્રેમને તો હર કોઈ ભૂલી જાય છે
ત્યાં દિલ સહુના બેચેન ને બેચેન તો રહી જાય છે
બેચેન દિલનું ચેન તો જ્યાં પ્યાર છે હર એક દિલમાં રહ્યો પ્યાર છે
Text Size
ક્યાંક ઓછું તો ક્યાંક વધારે, હર એક દિલમાં રહ્યો પ્યાર છે