મારી રચેલી જાળમાં, હું પોતે જ ફસાતો જાઉં છું
ફસાતા જાળમાં, હું તો પિંજરે પુરાઈ જાઉં છું
મુક્ત આકાશે ઊડવાની તમન્નાથી, દૂર હું થઈ જાઉં છું
પુરાઉં છું જ્યાં પિંજરામાં, મુક્ત હવાનો અહેસાસ ભૂલી જાઉં છું
પિંજરામાં રૂંધાતો, હું દુઃખી ને દુઃખી થાતો જાઉં છું
જિંદગી સાથેની મજા માણવાનું, હું તો ભૂલતો જાઉં છું
ઇચ્છાઓના ડુંગર તો, જોશમાં હું ખડકતો જાઉં છું
પહોંચ્યા પહેલા એ ડુંગર પર, હું તો ખૂબ થાકી જાઉં છું
હાથના કર્યા હૈયે વાગ્યા, એ હકીકત પાસે પહોંચતો જાઉં છું
દુઃખદર્દ ભર્યા સળિયા પાછળ, આંસુ સારતો રહી જાઉં છું
ફેલાવી ફેલાવી હાથ, સુખની ભીખ માંગવા લાગી જાઉં છું
મળે ભીખ અગર, તોય દુઃખી ને દુઃખી રહી જાઉં છું
પુરાતા પિંજરામાં, લાચાર ને વિવશ, હું થઈ જાઉં છું
ભૂલીને મારી ઊંચી ઉડાન,ઘૂંટણા ટેકી બેસી જાઉં છું
એક-એક ઇચ્છા આગળ, મજબૂર બનતો ને બનતો જાઉં છું
આશાના તાંતણામાં, નિરાશાના મોતી પરોવતો જાઉં છું
ભૂલું છું જ્યાં ખુદને, ખુદાનો ખ્યાલ પણ ભૂલી જાઉં છું
ક્ષણે-ક્ષણે દમ તોડતો ને તોડતો, હું તો જીવતો જાઉં છું
સુખદુઃખના પડછાયાને, હકીકત માનતો જાઊ છું
ક્ષણિક સુખોમાં રાચતો, પરમાનંદની ધૂન ભૂલતો જાઉં છું
શ્વાસે-શ્વાસે ક્ષીણ, હું થાતો ને થાતો જાઉં છું
જીવનના રણમાં ભટકતો, ખોવાતો ને ખોવાતો જાઉં છું
- સંત શ્રી અલ્પા મા
mārī racēlī jālamāṁ, huṁ pōtē ja phasātō jāuṁ chuṁ
phasātā jālamāṁ, huṁ tō piṁjarē purāī jāuṁ chuṁ
mukta ākāśē ūḍavānī tamannāthī, dūra huṁ thaī jāuṁ chuṁ
purāuṁ chuṁ jyāṁ piṁjarāmāṁ, mukta havānō ahēsāsa bhūlī jāuṁ chuṁ
piṁjarāmāṁ rūṁdhātō, huṁ duḥkhī nē duḥkhī thātō jāuṁ chuṁ
jiṁdagī sāthēnī majā māṇavānuṁ, huṁ tō bhūlatō jāuṁ chuṁ
icchāōnā ḍuṁgara tō, jōśamāṁ huṁ khaḍakatō jāuṁ chuṁ
pahōṁcyā pahēlā ē ḍuṁgara para, huṁ tō khūba thākī jāuṁ chuṁ
hāthanā karyā haiyē vāgyā, ē hakīkata pāsē pahōṁcatō jāuṁ chuṁ
duḥkhadarda bharyā saliyā pāchala, āṁsu sāratō rahī jāuṁ chuṁ
phēlāvī phēlāvī hātha, sukhanī bhīkha māṁgavā lāgī jāuṁ chuṁ
malē bhīkha agara, tōya duḥkhī nē duḥkhī rahī jāuṁ chuṁ
purātā piṁjarāmāṁ, lācāra nē vivaśa, huṁ thaī jāuṁ chuṁ
bhūlīnē mārī ūṁcī uḍāna,ghūṁṭaṇā ṭēkī bēsī jāuṁ chuṁ
ēka-ēka icchā āgala, majabūra banatō nē banatō jāuṁ chuṁ
āśānā tāṁtaṇāmāṁ, nirāśānā mōtī parōvatō jāuṁ chuṁ
bhūluṁ chuṁ jyāṁ khudanē, khudānō khyāla paṇa bhūlī jāuṁ chuṁ
kṣaṇē-kṣaṇē dama tōḍatō nē tōḍatō, huṁ tō jīvatō jāuṁ chuṁ
sukhaduḥkhanā paḍachāyānē, hakīkata mānatō jāū chuṁ
kṣaṇika sukhōmāṁ rācatō, paramānaṁdanī dhūna bhūlatō jāuṁ chuṁ
śvāsē-śvāsē kṣīṇa, huṁ thātō nē thātō jāuṁ chuṁ
jīvananā raṇamāṁ bhaṭakatō, khōvātō nē khōvātō jāuṁ chuṁ
|