View Hymn (Bhajan)
Hymn No. 3026 | Date: 05-Dec-19981998-12-051998-12-05લાગ્યા તીર એવા હૈયામાં કે દર્દમાં હું ખોવાઈ ગયોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=lagya-tira-eva-haiyamam-ke-dardamam-hum-khovai-gayoલાગ્યા તીર એવા હૈયામાં કે દર્દમાં હું ખોવાઈ ગયો
મસ્ત મસ્ત મસ્તી કરતું હૈયું મારું, દર્દમાં ડૂબી ગયો
ચાલ્યા શબ્દોના તીર એવા, વાર એના ઝીલી શક્યો
ના કાંઈ બોલી શક્યો, એ તો રડતો ને રડતો ગયો
ના થયું સહન જ્યારે દર્દ, ત્યારે ખામોશીમાં એ સરતો ગયો
કહેવું શું ને કહેવું કોને હરપળ આ, મૂંઝવણમાં મૂંઝતો ગયો
ક્યારેક લાગણીઓ, તો ક્યારેક મર્યાદાના બંધને બાંધતો ગયો
સહનશક્તિમાં તૂટયો ક્યારે, તો અફસોસમાં હું સરી ગયો
કર્યા ખૂબ જતન મેં જીવનમાં, પણ દર્દભર્યા વારથી ના હું બચી શક્યો
દર્દમાં ડૂબેલું છે જીવન કે જીવનમાં છે દર્દ, ના એ હું સમજી શક્યો
લાગ્યા તીર એવા હૈયામાં કે દર્દમાં હું ખોવાઈ ગયો