View Hymn (Bhajan)
Hymn No. 3027 | Date: 06-Dec-19981998-12-061998-12-06ખૂલશે જો મનના ખજાના, દીદાર દુનિયાના એમાં તને મળવાનાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=khulashe-jo-manana-khajana-didara-duniyana-emam-tane-malavanaખૂલશે જો મનના ખજાના, દીદાર દુનિયાના એમાં તને મળવાના
બંધ આંખે નિહાળી શકીશ બધું તું, જરૂર નહીં પડે આંખો ખોલવાની
ખીલશે તારા ખ્યાલ એમાં, મળશે હરએક આકાર જોવાના
ચાહીશ તું જે કાંઈ, પામીશ તું તુરંત, જરૂર નહીં રહે રાહ જોવાની
અઢળક સંપત્તિના ખજાના મળશે, ખૂલશે જ્યાં તારા મનના ખજાના
પામીશ તું બધું જીવનમાં અચૂક, કે ખૂલશે જ્યાં તારા મનના ખજાના
મંજિલ તારી નજર આવશે એમાં, જ્યાં ખૂલશે તારા મનના ખજાના
જ્ઞાન ને અજ્ઞાનના સમજાશે ફરક તને જ્યાં, ખૂલશે તારા મનના ખજાના
મંજિલ મળી જાશે તને તારી સાચી, ખતમ થાશે દિવસો તારા ભટકવાના
પામશે તું સત્યને જીવનમાં, કહે છે એવું અનુભવનારા
ખૂલશે જો મનના ખજાના, દીદાર દુનિયાના એમાં તને મળવાના