View Hymn (Bhajan)
Hymn No. 4767 | Date: 05-Jan-20192019-01-052019-01-05'મા' તું છે, તું અહીં છે, તું સદા સર્વદા પ્રત્ય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ma-tum-chhe-tum-ahim-chhe-tum-sada-sarvada-pratya-chhe'મા' તું છે, તું અહીં છે, તું સદા સર્વદા પ્રત્ય છે
ઊઠે છે દિલમાંથી આ અવાજ, મારી 'મા' તું મારી સમક્ષ છે
લઈ લે આ બાળને ખોળામાં, વાર ના લગાડ 'મા' તું
તને ખબર છે 'મા', તારા બાળની અવસ્થાથી ના તું અજાણ છે
અંતરથી અંતર મળી જાય, મટે સઘળાં અંતર એવું ચાહું છું
ના આવડે કાંઈ બીજું, ના જાણું બીજું કાંઈ, 'મા' આ હકીકત છે
સૃષ્ટિના કણેકણમાં ગોતું તને, પણ 'મા' તું સામે છે
કેવી આ લીલા છે તારી 'મા', જે સમયથી પરે છે
તું ધરતી પણ, તું આકાશ પણ, તું ચારે દિશાઓમાં વ્યાપી છે
અંતરમાં નિહાળવા ચાહું તને, મા એ જ ઇચ્છા તો મારી છે
સમર્પિત છે જીવન તને છતા, આવી અનોખી ગાથા મારી છે
હે 'મા' દયા કર, 'મા' કૃપા કર, તારામાં ને તારામાં એક કર
'મા' તું છે, તું અહીં છે, તું સદા સર્વદા પ્રત્ય છે