View Hymn (Bhajan)
Hymn No. 4768 | Date: 05-Jan-20192019-01-052019-01-05હર જીવનો આધાર તું, હર જીવનો શ્વાસ છે તુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hara-jivano-adhara-tum-hara-jivano-shvasa-chhe-tumહર જીવનો આધાર તું, હર જીવનો શ્વાસ છે તું
કોઈ જાણે કે ના જાણે કે કોઈ માને કે ના માને
હર ચેતનની ચેતના છે, પ્રભુ તું ને તું, પ્રભુ તું ને તું
દર્દ તું, દયા તું, પ્રેમ તું, પ્યાર તું, હર જીવની મંઝિલે મુકામ તું
શ્વાસો શ્વાસમાં રમનાર તું, ધડકનમાં ગુંજન ભરનાર છે તું
ૐ તું ઓ ઈશ્વર, મારા જીવનનું જોમ છે તું ને તું
કોને કહું કથની મારી તો, કથની ને કથન છે પ્રભુ તું ને તું
હર દીપમાં ઝળહળતો તું, હર ગીતમાં છે ગાતો તું ને તું
હર જીવનો આધાર તું, હર જીવનો શ્વાસ છે તું