મળ્યા દિલ આપણા એક બીજાની રે સાથે, પ્રભુ પ્રેમથી રે
હળીમળી ગયા એવા એક બીજામાં રે, ત્યાં પ્રેમથી રે
મુલાકાત થઈ રે ઘણી, મિલન હવે તું થાવા રે દે
દિલથી દિલનું મિલન પ્રભુ, તું થાવા રે દે, તું થાવા રે દે
વગર કીધે કરી કૃપા, તે મારા પર રે, પ્રભુ ઘણી રે
કૃપા હજી થોડી વધારે તું કરી દે, મિલન દિલથી દિલનું તું થાવા દે
અનેકતાને મિટાવી એકતાનો રંગ તું મને આપી રે દે
મારા રે દિલને, તારા પ્રેમના રંગથી તું રંગી રે દે, મિલન …
હોય જો કોઈ ખામી મારા દિલમાં, તો દૂર એને તું કરી દે
તડપતા હૈયાને ના તડપાવ તું વધું, મિલન તું પ્રભુ થાવા રે દે
પામવું ચેન તારું, છે તારા રે , મિલન દિલથી તું …
- સંત શ્રી અલ્પા મા
Explanation in English
Our hearts have met each other, Oh God with love
The way we have intermingled in each other, it is with love
We have met each other several times, now let the union take place
The union of heart with the heart oh God, you let it take place, you let it take place
Without saying anything, you have showered your grace on me, Oh God, lots of it
Now shower some more grace on me, let the union of the heart with the heart take place
Remove the diversity and fill me with colour of oneness, Oh God give me that
Colour my heart with the colour of love, let the union of the heart with the heart take place
If there is any drawback in my heart, then abolish that Oh God
Please do not make the longing heart suffer anymore, let the union take place Oh God
Want to attain your peace, I am yours, let the union of the heart with the heart take place.