મન મારું તો ભાગે પ્રભુ, તારાથી તો દૂર ને દૂર
અરે પણ દિલ તો ચાહે હરપળ તારો સંગ ને સાથ
નયન છે મારા ખુલ્લા પણ નિરખી તને ના શકું
રહે તોય તું પણ પ્રભુ, હૈયામાં મારી સાથ
છે આ તો કેવા સંજોગો પ્રભુ, છે આ તો તારી કેવી મજાક
ના હું તો સમજી શકું પ્રભુ, ના હું તો જાણી શકું
ઉઠાવું કદમ મળવા તને, આગળ ના હું વધી શકું
અરે પાછળ પણ ના હટી શકું, ના હું તો સમજી શકું
બેચેન હૈયું મારું, દર્શન વિણ તારા, ચેન એ પામી ના શકે
દર્શન કરવા છતાં, દર્શન કરી ના શકું
છોડવા ચાહું માયા, મમતાને તો હું પ્રભુ
છોડી ના શકું, મૂંઝવણમાં હું તો મુંકાઊં, ના હું તો સમજી શકું
- સંત શ્રી અલ્પા મા
mana māruṁ tō bhāgē prabhu, tārāthī tō dūra nē dūra
arē paṇa dila tō cāhē harapala tārō saṁga nē sātha
nayana chē mārā khullā paṇa nirakhī tanē nā śakuṁ
rahē tōya tuṁ paṇa prabhu, haiyāmāṁ mārī sātha
chē ā tō kēvā saṁjōgō prabhu, chē ā tō tārī kēvī majāka
nā huṁ tō samajī śakuṁ prabhu, nā huṁ tō jāṇī śakuṁ
uṭhāvuṁ kadama malavā tanē, āgala nā huṁ vadhī śakuṁ
arē pāchala paṇa nā haṭī śakuṁ, nā huṁ tō samajī śakuṁ
bēcēna haiyuṁ māruṁ, darśana viṇa tārā, cēna ē pāmī nā śakē
darśana karavā chatāṁ, darśana karī nā śakuṁ
chōḍavā cāhuṁ māyā, mamatānē tō huṁ prabhu
chōḍī nā śakuṁ, mūṁjhavaṇamāṁ huṁ tō muṁkāūṁ, nā huṁ tō samajī śakuṁ
|