મારાને મારા ભાવો, મારા કાતિલ બની રે ગયા
મારી ને મારી ઇચ્છા, મારી કાતિલ બની રે ગઈ
ના કરી શક્યો જ્યાં એને કાબૂમાં ત્યાં કાબૂ એ જમાવી રે ગયા
ક્યારેક હસાવી તો ક્યારેક એ મને રડાવી રે ગયા
નાજુક દિલ પર નવાનવા, જુલમ એ તો કરતા રે ગયા
ક્યારેક દિલને ઘાયલ તો ક્યારેક લહુંલોહાણ કરતા રે ગયા
ફર્જ બજાવવાનું સદા, એ તો મને ભુલાવતા રે ગયા
સ્વાર્થમાં ને સ્વાર્થમાં, મને એ તો ખેંચતા રે ગયા
માયાના એ દલદલમાં મને, ફસાવતા ને ફસાવતા રે ગયા
પ્રભુ તારી રે પાસેથી મને એ દૂરને દૂર કરતા ગયા
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
mārānē mārā bhāvō, mārā kātila banī rē gayā
mārī nē mārī icchā, mārī kātila banī rē gaī
nā karī śakyō jyāṁ ēnē kābūmāṁ tyāṁ kābū ē jamāvī rē gayā
kyārēka hasāvī tō kyārēka ē manē raḍāvī rē gayā
nājuka dila para navānavā, julama ē tō karatā rē gayā
kyārēka dilanē ghāyala tō kyārēka lahuṁlōhāṇa karatā rē gayā
pharja bajāvavānuṁ sadā, ē tō manē bhulāvatā rē gayā
svārthamāṁ nē svārthamāṁ, manē ē tō khēṁcatā rē gayā
māyānā ē daladalamāṁ manē, phasāvatā nē phasāvatā rē gayā
prabhu tārī rē pāsēthī manē ē dūranē dūra karatā gayā