View Hymn (Bhajan)
Hymn No. 660 | Date: 07-Apr-19941994-04-071994-04-07મસ્ત મુક્ત હવાની સંગ ઝૂમતી હતી, આનંદના ઝુલામાં હું ઝુલતી હતીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=masta-mukta-havani-sanga-jumati-hati-anandana-julamam-hum-julati-hatiમસ્ત મુક્ત હવાની સંગ ઝૂમતી હતી, આનંદના ઝુલામાં હું ઝુલતી હતી
ચિંતાની ચાર દીવારમાં કેમ પુરાઈ ગઈ, પરિસ્થિતિ અચાનક કેમ બદલાઈ ગઈ?
સમજાયું કારણ કે ના સમજાયું,પૂછતા પોતાને ગઈ મૂંઝાઈ, વાત મને પૂરી ના સમજાઈ,
હતો નશો જે આનંદનો, અજાગૃતતાએ મારી દીધો પળમાં ઊતારી
આવતી હતી મીઠી ઊંઘ આંખે, ના સમજાયું આજે આવતા વાર કેમ લગાડી
સુખ ચેન પૂરા દિવસનો એકપળમાં ગયો લૂંટાઈ, વાત મને આ ના સમજાઈ
ચિંતાની ચારણીમાં આનંદ ગયો ચળાઈ, રહી હૈયામાં દુઃખ ભરી એક કહાની
કરી કરી યાદ એ કહાની, મેં પહોંચાડી ખૂબ ખૂદને તો હાની
ના સમજાઈ આવતા મને, ચિંતામાં કોની કેમ ને ક્યારે હું ખોવાણી
મસ્ત મુક્ત હવાની સંગ ઝૂમતી હતી, આનંદના ઝુલામાં હું ઝુલતી હતી