View Hymn (Bhajan)
Hymn No. 659 | Date: 06-Apr-19941994-04-061994-04-06જિંદગીના છુપા રાજને જાણવા કર્યા ખૂબ ઉપાય, ના થયા સફળ અમે એમાં નિષ્ફળ રહ્યા સદાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jindagina-chhupa-rajane-janava-karya-khuba-upaya-na-thaya-saphala-ameજિંદગીના છુપા રાજને જાણવા કર્યા ખૂબ ઉપાય, ના થયા સફળ અમે એમાં નિષ્ફળ રહ્યા સદાય,
લોભ ને લાલચમાં તણાઈ, જોષ જોવડાવ્યા ખૂબ, તોય ફળ્યાના અમારા મનસુબા
આવતી હરએક પળને કરી કોશિશ જાણવાની ખૂબ, ના જાણી શક્યા અમારા દર્દને
કર્યા ખૂબ વિચારો, થોડા સાચા તો થોડા ખોટા, ઇચ્છાને પૂરી પાડવા કાજે
તોય રહી અધૂરી ને અધૂરી, અમારી વાસનાઓ ના થઈ એ તો પૂરી
વીતતો ગયો સમય, તોય ના સમજ્યા ખોટી જિદમાં, દીધી જિંદગીને ગુમાવી
કરી કોશિશ ખૂબ રહસ્ય પરથી પડદો હટાવવા, ખબર નથી કામીયાબ કેટલા રહ્યાં
કામીયાબી માટે ઝઝૂમ્યા ખૂબ જિંદગી સામે, તોય જિંદગીએ હજી આપી નથી સોગાત,
કાલ જાણવા ઉતારવા ચાહ્યા એના નકાબને, કરી નકામા યત્ન, કર્યો સમય બરબાદ
સંજોગોને વસ કરવા કરી ખૂબ ફરિયાદ, વસ તો એ ના થયા, અમે બેબસ થઈ ગયા
જિંદગીના છુપા રાજને જાણવા કર્યા ખૂબ ઉપાય, ના થયા સફળ અમે એમાં નિષ્ફળ રહ્યા સદાય