ના આવડે કાંઈ, ના જાણું કાંઈ 'મા' તું સંભાળજે
'મા' મને તારા શરણમાં રાખજે, 'મા' મને તારા શરણમાં રાખજે
રટું તારું નામ દિન-રાત માડી મારી, મને તુજમાં રાખજે
તારું શરણું ચાહું માડી જીવનમાં, બસ મનમાં એ રાખજે
ઇચ્છાઓમાં મારી એક જ ઇચ્છા રાખજે, 'મા' મને તારા શરણમાં રાખજે
સુખદુઃખથી પર થઈ રહુ જીવનમાં, 'મા' મને તારા શરણમાં રાખજે
દિવ્ય તારા નામમાં ખોવાઈ જાઉં, 'મા' મને તારા શરણમાં રાખજે
મોહમાયામાંથી બહાર સદૈવ તું કાઢજે, 'મા' તારા શરણમાં રાખજે
અંતરના તારેતાર પર તારું સામ્રાજ્ય સ્થાપજે, 'મા' મને તારા શરણમાં રાખજે
રટતાં રટતાં નામ તારું ભૂલું બધું રે ભાન માડી, 'મા' મને તારા શરણમાં રાખજે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
nā āvaḍē kāṁī, nā jāṇuṁ kāṁī 'mā' tuṁ saṁbhālajē
'mā' manē tārā śaraṇamāṁ rākhajē, 'mā' manē tārā śaraṇamāṁ rākhajē
raṭuṁ tāruṁ nāma dina-rāta māḍī mārī, manē tujamāṁ rākhajē
tāruṁ śaraṇuṁ cāhuṁ māḍī jīvanamāṁ, basa manamāṁ ē rākhajē
icchāōmāṁ mārī ēka ja icchā rākhajē, 'mā' manē tārā śaraṇamāṁ rākhajē
sukhaduḥkhathī para thaī rahu jīvanamāṁ, 'mā' manē tārā śaraṇamāṁ rākhajē
divya tārā nāmamāṁ khōvāī jāuṁ, 'mā' manē tārā śaraṇamāṁ rākhajē
mōhamāyāmāṁthī bahāra sadaiva tuṁ kāḍhajē, 'mā' tārā śaraṇamāṁ rākhajē
aṁtaranā tārētāra para tāruṁ sāmrājya sthāpajē, 'mā' manē tārā śaraṇamāṁ rākhajē
raṭatāṁ raṭatāṁ nāma tāruṁ bhūluṁ badhuṁ rē bhāna māḍī, 'mā' manē tārā śaraṇamāṁ rākhajē