View Hymn (Bhajan)
Hymn No. 4866 | Date: 17-Apr-20202020-04-172020-04-17કરે વાતો મનુષ્ય મોટી, સમય આવતાં એ સરકી જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kare-vato-manushya-moti-samaya-avatam-e-saraki-jaya-chheકરે વાતો મનુષ્ય મોટી, સમય આવતાં એ સરકી જાય છે
ભૂલી જાય છે વાયદા સઘળા, ભાવ પ્રેમના ત્યાં સુકાઈ જાય છે
સુખ-સગવડમાં જે હાસ્ય મોઢા પર હતું, એ ભુલાઈ જાય છે
આવતા ક્ષણિક વારી જાત ઘસવાની, ત્યાં મોં ફાટી જાય છે
અંતરનો આનંદ હરે પોતાનો, અન્યનો આનંદ હરવા તૈયાર થાય છે
વિચારોથી કરે વાતાવરણ પ્રદૂષિત, એવી શુદ્ધતા એ હરી જાય છે
નામ હરિનું લેવાનું તો દૂર, રોકકળ માં દિવસ વિતાવવા લાગી જાય છે
અંતરના આનંદને ભૂલીને, સુખ-સગવડ પાછળ એ લાગી જાય છે
પ્રભુ માટે પ્યાર છે દિલમાં કેટલો, એ તો વર્તાઈ જાય છે
ખોટા દંભ-આડંબરથી મનુષ્ય, પોતે જ છેતરાઈ જાય છે
કરે વાતો મનુષ્ય મોટી, સમય આવતાં એ સરકી જાય છે