ના કરું યાદ હું તારી, તોય રાખે છે તું મારી કેટલી સંભાળ
પ્રભુ, કહી દે જરા મને, એવો કેવો અનોખો છે તારો પ્યાર
કરું ચાહે કૃત્ય હું ભલે રે ખરાબ, તોય નથી કરતો તું ફરિયાદ
કહ્યા વગર મિટાવી દે, તું મારા દિલમાંથી રે ખરાબ ભાવ
નથી યોગ્યતા કોઈ મારી રે પ્રભુ, તોય તું સાંચવે મારા બધા વ્યવહાર
કહી દે રે પ્રભુ, તું જરા મને, છે કેવી દયા તારી, તું છે કેવો દયાવાન
વગર બોલે ને વગર કહે, સમજાવે મને બધી રે વાત
રાખે સદા કાબૂમાં મને, ના જવા દે કાબૂથી ક્યારેય બહાર
કહી દે રે પ્રભુ, એવી કેવી છે સૂઝ રે તારી, છે કેવો તું સમજદાર
મહાનતા છે તારી અનોખી, કરું શું તારી મહાનતાની વાત
- સંત શ્રી અલ્પા મા
nā karuṁ yāda huṁ tārī, tōya rākhē chē tuṁ mārī kēṭalī saṁbhāla
prabhu, kahī dē jarā manē, ēvō kēvō anōkhō chē tārō pyāra
karuṁ cāhē kr̥tya huṁ bhalē rē kharāba, tōya nathī karatō tuṁ phariyāda
kahyā vagara miṭāvī dē, tuṁ mārā dilamāṁthī rē kharāba bhāva
nathī yōgyatā kōī mārī rē prabhu, tōya tuṁ sāṁcavē mārā badhā vyavahāra
kahī dē rē prabhu, tuṁ jarā manē, chē kēvī dayā tārī, tuṁ chē kēvō dayāvāna
vagara bōlē nē vagara kahē, samajāvē manē badhī rē vāta
rākhē sadā kābūmāṁ manē, nā javā dē kābūthī kyārēya bahāra
kahī dē rē prabhu, ēvī kēvī chē sūjha rē tārī, chē kēvō tuṁ samajadāra
mahānatā chē tārī anōkhī, karuṁ śuṁ tārī mahānatānī vāta
|