View Hymn (Bhajan)
Hymn No. 906 | Date: 05-Aug-19941994-08-051994-08-05ના મળ્યું, ના મળ્યું, અંતે તો કાંઈ ના મળ્યુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-malyum-na-malyum-ante-to-kami-na-malyumના મળ્યું, ના મળ્યું, અંતે તો કાંઈ ના મળ્યું
કરી ઉપાધિ આ જંગની ખૂબ મેં તો, અંતે તો કાંઈ ના મળ્યું
કરી ઉપાધિ થાકી ગયો હું તો, ખૂબ થાક વિના બીજું કાંઈ ના મળ્યું
ના જીવી શક્યો જીવનને શાંતિથી, અશાંતિ વિના બીજું કાંઈ ના મળ્યું
ચિંત્તને જોડ્યું એમાં તો એવું, ચિંતા વિના બીજું કાંઈ ના મળ્યું
આપી ઘણી સલાહ શિખામણ મેં તો, સુખચેન એમાં પણ ના મળ્યું
કરી ઘણાને મદદ મેં તો સમજાવવા, હાર વિના બીજું કાંઈ ના મળ્યું
અંતે થાક્યો એવો હું રે જીવનમાં, થાક ઉતારવા વિસામો ના મળ્યો
લઈ લઈને ફર્યો બધાના ભાર મારે રે માથે, આખર શક્તિ ગુમાવ્યા વિના બીજું કાંઈ ના મળ્યો
સમજાયું જ્યારે એમાં કાંઈ ના મળ્યું, આ સમજવામાં જીવન મેં તો મારું ગુમાવ્યું
ના મળ્યું, ના મળ્યું, અંતે તો કાંઈ ના મળ્યું