View Hymn (Bhajan)
Hymn No. 907 | Date: 09-Aug-19941994-08-091994-08-09ભાવ તો જાગે છે હૈયામાં, તોય ભાવનું દાન થાતું નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhava-to-jage-chhe-haiyamam-toya-bhavanum-dana-thatum-nathiભાવ તો જાગે છે હૈયામાં, તોય ભાવનું દાન થાતું નથી
ભાવથી મળે છે બધું આ જગમાં, તોય ભાવનો કોઈ મોલ નથી
ભાવનું દાન થાતું નથી, ભાવ એ નાદાન નથી
ભવોભવના ફેરા ફરાવે છે આ ભાવો તોય, બંધનમાં એને બાંધી શકાતું નથી
થાકેલા અશાંત હૈયાને શાંતિ આપે છે, ભાવો તોય ભાવ કાંઈ શાંત નથી
અલગ અલગ રૂપરંગમાં આવે સામે, તોય ભાવને કોઈ આકાર નથી
ક્ષણમાં એક તો, ક્ષણમાં બીજા જાગે, એ કદી સ્થિર રહ્યા નથી
સ્થિર થયાં છે જ્યાં, ચમત્કાર દેખાડ્યા વિના એ રહ્યા નથી
ભાવથી બંધાય છે પ્રભુ, ભાવ વિનાનું હૈયું કોઈ આ જગમાં ખાલી નથી
મળે દાન ભલે ધનદોલતના, ભાવના દાન કાંઈ થાતા નથી ……..
ભાવ તો જાગે છે હૈયામાં, તોય ભાવનું દાન થાતું નથી