View Hymn (Bhajan)
Hymn No. 2946 | Date: 30-Oct-19981998-10-301998-10-30ના થાય બંધ, વિચારોના નર્તન પ્રભુ, ક્યાંથી કરીએ તારા ભજન કે કીર્તનSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-thaya-bandha-vicharona-nartana-prabhu-kyanthi-karie-tara-bhajana-keના થાય બંધ, વિચારોના નર્તન પ્રભુ, ક્યાંથી કરીએ તારા ભજન કે કીર્તન
ચાહ્યું અમે બંધ કરવા, પણ ના થાય ક્ષણ એક માટે પણ બંધ, વિચારોના નર્તન
રહ્યાં અમે એનું એ જ કરતા, પ્રભુ તુજ કહે ક્યાંથી આવે જીવનમાં પરિવર્તન
ઇચ્છાઓના પિંજરામાં પુરાયા એવા કે કરતા રહ્યાં નિત્ય એ જ દર્શન
થાક્યા અમે એમાં ખૂબ તોય, ના અટક્યા અમારા આ નર્તન
રહ્યા અમે સતત એમાં, ના લાગ્યા બીજે ક્યાંય અમારા તનમન
ના આવે કાંઈ કામ જીવનમાં, રહે સદાય એ અમને હેરાન કરતા, અમારા નર્તન...
કરી કોશિશ ઘણી પ્રભુ પણ, ના કરી શક્યા તને આ અર્પણ
આંખો બંધ કરીને જીવ્યા અમે, ના ધર્યું ક્યારેક ખુદની સામે દર્પણ
ચાહ્યું નિત્ય પરિવર્તન પણ ના પામ્યા અમે જીવનમાં કોઈ પરિવર્તન, કે …
ના થાય બંધ, વિચારોના નર્તન પ્રભુ, ક્યાંથી કરીએ તારા ભજન કે કીર્તન