View Hymn (Bhajan)

Hymn No. 2945 | Date: 29-Oct-19981998-10-29દિલના ભાવો છુપાવવામાં, અમે પાવરધા બની ગયા છીએhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=dilana-bhavo-chhupavavamam-ame-pavaradha-bani-gaya-chhieદિલના ભાવો છુપાવવામાં, અમે પાવરધા બની ગયા છીએ

કે ખબર નથી પડતી આખર, અમે કોને છેતરી રહ્યાં છીએ

સંજોગોના સંતાપોથી અમે, હવે ઘણું ઘણું શિખ્યા છીએ

અમારા ભાવો પર પડદો પાડતા હવે અમે શિખ્યા છીએ

છેતરી રહ્યાં છીએ આ જગને, કે ખુદને છેતરીએ છીએ

કહેવું મુશ્કેલ છે જે વાત, એ કહેવાની કોશિશ કરી રહ્યાં છીએ

કે પડી ગઈ છે આદત અમને બધું છુપાવવાની, કે બધું છુપાવીએ છીએ

કોણ જાણે અમારા દિલની હાલત, ના એવું અમે ઇચ્છીએ છીએ

કે નકાબ પહેરવામાં હવે અમે હોશિયાર થઈ ગયા છીએ

ચહેરાના રંગરૂપને સવારતા અમે હવે થોડું શીખી ગયા છીએ

દિલના ભાવો છુપાવવામાં, અમે પાવરધા બની ગયા છીએ

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

dilanā bhāvō chupāvavāmāṁ, amē pāvaradhā banī gayā chīē

kē khabara nathī paḍatī ākhara, amē kōnē chētarī rahyāṁ chīē

saṁjōgōnā saṁtāpōthī amē, havē ghaṇuṁ ghaṇuṁ śikhyā chīē

amārā bhāvō para paḍadō pāḍatā havē amē śikhyā chīē

chētarī rahyāṁ chīē ā jaganē, kē khudanē chētarīē chīē

kahēvuṁ muśkēla chē jē vāta, ē kahēvānī kōśiśa karī rahyāṁ chīē

kē paḍī gaī chē ādata amanē badhuṁ chupāvavānī, kē badhuṁ chupāvīē chīē

kōṇa jāṇē amārā dilanī hālata, nā ēvuṁ amē icchīē chīē

kē nakāba pahēravāmāṁ havē amē hōśiyāra thaī gayā chīē

cahērānā raṁgarūpanē savāratā amē havē thōḍuṁ śīkhī gayā chīē