નચાવી જાય છે, નચાવી જાય છે, મારી ઇચ્છાઓ, મને નચાવી જાય છે
નથી ચાહતો હું નાચવા, તોય નાચતો ને નાચતો રહું છું
મારી ઇચ્છાઓ મને મજબૂર કરી જાય છે
ન થવાનું, થાતું ને થાતું જાય છે, હું બેબસ બનીને જોતો જાઉં છું
મારી બેબસીનો લઈ સહારો, જીવન હું જીવતો ને વિતાવતો જાઉં છે
કદી હાલત પર મારી મને હરખ, તો કદી પસ્તાવો થાય છે
વગર કોઈ ઉત્સવે, વગર તહેવારે, રહ્યો છું નાચતો, નાચ મારા ના બંધ થાય છે
ક્યારેક ક્ષણિક આનંદ કાજે, તો ક્યારેક એમ ને એમ, મને નચાવી જાય છે
જીવનના, ના રંગાવાના રંગોમાં, મને એ તો રંગાવતો જાય છે
નાચી નાચ સતત, થાક મારો તો વધતો ને વધતો રે જાય છે
છે હાલત એમાં મારી રે શું, ના એ તો મને રે સમજાય છે
- સંત શ્રી અલ્પા મા
nacāvī jāya chē, nacāvī jāya chē, mārī icchāō, manē nacāvī jāya chē
nathī cāhatō huṁ nācavā, tōya nācatō nē nācatō rahuṁ chuṁ
mārī icchāō manē majabūra karī jāya chē
na thavānuṁ, thātuṁ nē thātuṁ jāya chē, huṁ bēbasa banīnē jōtō jāuṁ chuṁ
mārī bēbasīnō laī sahārō, jīvana huṁ jīvatō nē vitāvatō jāuṁ chē
kadī hālata para mārī manē harakha, tō kadī pastāvō thāya chē
vagara kōī utsavē, vagara tahēvārē, rahyō chuṁ nācatō, nāca mārā nā baṁdha thāya chē
kyārēka kṣaṇika ānaṁda kājē, tō kyārēka ēma nē ēma, manē nacāvī jāya chē
jīvananā, nā raṁgāvānā raṁgōmāṁ, manē ē tō raṁgāvatō jāya chē
nācī nāca satata, thāka mārō tō vadhatō nē vadhatō rē jāya chē
chē hālata ēmāṁ mārī rē śuṁ, nā ē tō manē rē samajāya chē
|