View Hymn (Bhajan)
Hymn No. 2205 | Date: 18-Aug-19971997-08-181997-08-18નાજૂક દિલમાં તૂફાનો ઉઠે છે એવા, જે જલજલાને પણ ઝુકાવી દે છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=najuka-dilamam-tuphano-uthe-chhe-eva-je-jalajalane-pana-jukavi-de-chheનાજૂક દિલમાં તૂફાનો ઉઠે છે એવા, જે જલજલાને પણ ઝુકાવી દે છે
વાત શું કરવી એમાં કોઈની, કોઈના નામથી કે ના એનાથી બચી શકે છે
દબાય છે દિલ જ્યાં મોટા પર્વતોની નીચે, ત્યાં ના એ કોઈને પુકારી શકે છે
પળે પળે તૂટે છે એના પર મોટા મોટા પહાડો, ના એ ખુદને સંભાળી શકે છે
દુઃખદર્દથી પીડાતો, ઝખમોના વરસાદથી એ તો નહાતો રહે છે
આવી હાલતમાં રહેવું કેમ સ્થિર, કે સ્થિરતા જ્યાં એ ખોઈ બેસે છે
ઝખમોની તો વાત ક્યાં કરવી, કે એના અનગીનત ટૂકડા થઇ જાય છે
ક્યારેક સંજોગો તો ક્યારેક મજબૂરીના મહેણા એ ખાતો જાય છે
ઇચ્છાઓને વાસનાઓ તૂફાનો આગળ, ના એ સ્થિરતા જાળવી શકે છે
ભૂલી જાય છે અસ્તિત્વ ખુદનું, નવી પહેચાનની શોધમાં લાગી જાય છે
ઘાયલ દિલ ખાતે રહે છે ઝખમ પર ઝખમ, ના એ સ્વસ્થતા આપી શકે છે
નાજૂક દિલમાં તૂફાનો ઉઠે છે એવા, જે જલજલાને પણ ઝુકાવી દે છે