View Hymn (Bhajan)
Hymn No. 2207 | Date: 19-Aug-19971997-08-191997-08-19ભલે આજ નથી પણ વખત આવશે, હું પણ તારા જેવો થઇ જઈશSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhale-aja-nathi-pana-vakhata-avashe-hum-pana-tara-jevo-thai-jaishaભલે આજ નથી પણ વખત આવશે, હું પણ તારા જેવો થઇ જઈશ
સંજોગોના સંતાપોએ દઝાડયો છે મને પણ, સમય આવતા એનાથી પર થઇ જઈશ
ભલે આજ નામ મારું બદનામ છે, વખત આવતા નામથી અલિપ્ત થઇ જઈશ
ભલે નથી સમજ મને સમજના સમજની પર, સમય આવતા આ સરહદ પાર કરી જઈશ
ભલે આ જ ડર છે દિલમાં મારા, પણ હું પણ વખત આવતા બેખોફ થઇ જઈશ
ભલે આજ નથી કોઈ મારા ઠેકાણા, વખત આવતા હું પણ ઠેકાણે થઇ જઈશ
ડગમગાય છે આજે કદમ મારા, પણ સમય આવતા સ્થિરતાને પામી જઈશ
ભલે આજ નથી હૈયામાં વિશ્વાસ પૂર્ણ પણ એને પૂર્ણતા પર તો હું લઇ જઈશ
વાત નથી આ મારા અહંકારની કે અસ્તિત્વની, નથી આ કોઈ ખોટી અજમાઇશ
છે ખાત્રી પ્રભુ મને તારા પર પૂરી, કે તારી એ ખાત્રીએ હું જરૂર પાર થઇ જઈશ
ભલે આજ નથી પણ વખત આવશે, હું પણ તારા જેવો થઇ જઈશ