View Hymn (Bhajan)
Hymn No. 2690 | Date: 16-Sep-19981998-09-161998-09-16નથી એને તો નથી, પણ છે એને તો બહુ છે (2)Sant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-ene-to-nathi-pana-chhe-ene-to-bahu-chheનથી એને તો નથી, પણ છે એને તો બહુ છે (2)
આપેલા શબ્દો પાળવાની તમન્ના જીવનમાં, નથી એને તો નથી …..
જીવન મળ્યું છે તો જીવનમાં કાંઈ નવું કરવાની ભાવના નથી, એને ….
પોતાની હરપળનો સદ્દ ઉપયોગ કરી, સતકાર્ય સદા કરવાનો ઉમંગ ….
અભી બોલા ને અભી ફોક, છોડી પોતાના શબ્દો પર અટલ રહેવાની વૃત્તિ, નથી ….
સંકલ્પ કર્યા જે જીવનમાં કરવા પૂરા, એને કોઈ પણ હાલતમાં એની તૈયારી નથી ….
જીવનમાં માનમર્યાદાની ફિકર તો નથી, એને તો નથી પણ ….
હર હાલતનો હિંમતથી મુકાબલો કરવાની ત્રેવડ નથી એમાં તો ….
છે જીવનમાં અહિંયા સહુના હાલ ચાલ નિરાળા, જીવનની કદર નથી ….
પ્રભુ પર વિશ્વાસ જીવનમાં નથી એને તો નથી, પણ છે એને ….
નથી અને છે ના સમાગમમાં છે આ સૃષ્ટિ સારી, આ વાતની જાણ ….
નથી એને તો નથી, પણ છે એને તો બહુ છે (2)