View Hymn (Bhajan)
Hymn No. 621 | Date: 27-Feb-19941994-02-271994-02-27નથી જ્યાં સાચી સમજણ, છે ત્યાં તો બસ મૂંઝવણ મૂંઝવણ ને મૂંઝવણSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-jyam-sachi-samajana-chhe-tyam-to-basa-munjavana-munjavana-ne-munjavanaનથી જ્યાં સાચી સમજણ, છે ત્યાં તો બસ મૂંઝવણ મૂંઝવણ ને મૂંઝવણ
ખૂટે છે જ્યાં જીવનમાં સાચી સમજણ, લાગે છે જીવન ત્યારે બસ એક મૂંઝવણ
છે હર એક હૈયાની આ તો મોટી અડચણ, સતાવે છે સૌને આખર તો આ મૂંઝવણ
સમજદારની સમજદારીમાં પણ, મળે છે ક્યારેક આ મૂંઝવણ
જુદા જુદા રૂપે સહુની પાસે આવીને, વસી છે આ મૂંઝવણ
કોઈને આગળ વધવમાં, તો કોઈને પીછેહઠ કરવામાં
કોઈને જીવન કેમ જીવવાની, તો કોઈને જીવનને ઓળખવાની છે મૂંઝવણ, નથી જ્યાં ……..
કોઈને કાંઈક પામવાની, તો કોઈને કાંઈક છોડવાની છે મૂંઝવણ
મળે છે માર્ગ ક્યારેક આગળ જવાનો મહા મુશ્કેલીથી, તોય પીછો નથી છોડતી આ મૂંઝવણ,
જાતા પ્રભુના દ્વારે, કરતા દર્શન પ્રભુના, મટી જાય છે જન્મોની આ મૂંઝવણ, નથી જ્યાં ……..
નથી જ્યાં સાચી સમજણ, છે ત્યાં તો બસ મૂંઝવણ મૂંઝવણ ને મૂંઝવણ