View Hymn (Bhajan)
Hymn No. 620 | Date: 07-Feb-19941994-02-071994-02-07વજ્રથી પણ કઠોર હૈયામાં જ્યાં, તારું કોમળતાનું પુષ્પ ખીલી જાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vajrathi-pana-kathora-haiyamam-jyam-tarum-komalatanum-pushpa-khili-jayaવજ્રથી પણ કઠોર હૈયામાં જ્યાં, તારું કોમળતાનું પુષ્પ ખીલી જાય છે
પ્રભુ એ હૈયામાં તો ત્યારે દર્શન તારા થઈ જાય છે, મુખડું મારું તો ત્યારે મલકી જાય છે
પાષાણની મૂર્તિમાં પણ દર્શન તારા જ્યારે થઈ જાય છે, મન મારું મસ્ત બની જાય છે
નજર સામે તારા, મુખની હલકી ઝલક પણ જો આવી જાય છે, ભાન ખુદનું ત્યારે ભૂલી જવાય છે,
છે આજુ બાજુ તું, આ વાતનો અહેસાસ જો થઈ જાય છે, નજર મારી બેચેન બની જાય છે
આવતા યાદ તારી રે હૈયે, અદૃશ્યતા દૃશ્યમાં સર્જાઈ જાય છે, સૃષ્ટિ ક્ષણમાં બદલાઈ જાય છે,
નામ લેતા પ્રભુ તારું, રેગિસ્તાનમાં પણ બહારે વસંત ખીલી જાય છે, ઠંડકનો અનુભવ મળી જાય છે
વિકૃત હૈયામાં વાસ થાતા તારો વિકૃતિ દૂર થઈ જાય છે, સૌંદર્ય નિરખી તારો દૃષ્ટિ, બદલાતી જાય છે,
વેર ભરેલા હૈયામાં પ્રભુ તું પણ, તારા પ્રેમનો સાગર જ્યાં છલકાવી જાય છે
વિશ્વનો શ્વાસ લેતા, વિશ્વાસને એક નવું જીવન મળી જાય છે
વજ્રથી પણ કઠોર હૈયામાં જ્યાં, તારું કોમળતાનું પુષ્પ ખીલી જાય છે