View Hymn (Bhajan)
Hymn No. 547 | Date: 04-Dec-19931993-12-041993-12-04નથી સહેલું, નથી સહેલું, ધાર્યું હતું જેટલું સરળ, નથી એટલું તો સહેલુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-sahelum-nathi-sahelum-dharyum-hatum-jetalum-sarala-nathi-etalumનથી સહેલું, નથી સહેલું, ધાર્યું હતું જેટલું સરળ, નથી એટલું તો સહેલું
અહંભર્યા હૈયામાં વસાવવી નમ્રતાને, નથી એટલું તો સહેલું
અન્યના ભૂલીને દોષો, સ્વીકારવી ખુદની ખામી, નથી એટલું તો સહેલું
સહીને ખુદનું અપમાન, આપવું અન્યને માન, નથી એટલું તો સહેલું
કડવા ઘૂંટડા પીને, બોલવા પ્રેમ ને મીઠાશભર્યા બોલ, નથી એટલું તો સહેલું
સાંભળી પ્રભુ તારી વાણી, આચરણમાં એને વસાવવી નથી એટલી તો સહેલી
હરપળે અને હરક્ષણે રાખવી જાગૃતિ તો નથી રે સહેલી, નથી એટલું તો સહેલું
સ્વીકારી શરણાગતિ પ્રભુ પાસે, ટકાવવી એને નથી એટલી તો સહેલી
અસફળતા ભર્યા પરિણામ પછી, કરવા પ્રયત્ન સફળતા માટે નથી એટલા તો સહેલા,
બંધનને તોડીને થાવું મુક્ત છે કહેવું, જેટલું કરવું, નથી એટલું તો સહેલું …….
નથી સહેલું, નથી સહેલું, ધાર્યું હતું જેટલું સરળ, નથી એટલું તો સહેલું