View Hymn (Bhajan)
Hymn No. 546 | Date: 04-Dec-19931993-12-041993-12-04સંજોગો ને સમસ્યાનો વિચાર કરી, સજાગ સદા રહેવું રે પડશેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sanjogo-ne-samasyano-vichara-kari-sajaga-sada-rahevum-re-padasheસંજોગો ને સમસ્યાનો વિચાર કરી, સજાગ સદા રહેવું રે પડશે
વિચાર કરીને જીવનમાં, સંજોગોના હલ શોધવા પડશે
વિચાર કરજે ચારે કોરનો, ના ચિંતા તું કરજે
ભાર ઊંચકીને જો ફરશે માથે, બે કદમ ચાલીને થાકી તું જાશે
છે મંજિલતો ખૂબ દૂર, પહોંચ્યા પહેલા જો થાકી જાશે, કેમ કરી તું મંજિલ પર પહોંચશે,
છે કર્તા કરાવતા તો પ્રભુ આ જગમાં, બધું તારું એને સોંપી દેજે
વિરાન રસ્તાને આનંદને મસ્તીથી તું ભરી રે દેજે
લઈ સહારો યાદનો એના કદમ, આગળ ને આગળ ઉઠાવતો રહેજે
સિંહ બનીને તારી રાહપર ચાલ્યો જાજે, છે સાથે સ્વયં શક્તિ તારે યાદ એને કરી લેજે,
મૂંઝવણમાં પણ મૂંઝાયા વગર, તારે તારો માર્ગ કાઢવો રે પડશે
કાંટા ભરી રાહને ચાલતા પહેલા સાફ કરવી રે પડશે, વિચાર એનો પહેલા કરવો રે પડશે
સંજોગો ને સમસ્યાનો વિચાર કરી, સજાગ સદા રહેવું રે પડશે