View Hymn (Bhajan)

Sr No. 3635 | Date: 10-Sep-19991999-09-10નવું ને નવું પણ કાલે જુનું થઈ જાય છે.https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=navum-ne-navum-pana-kale-junum-thai-jaya-chheનવું ને નવું પણ કાલે જુનું થઈ જાય છે.

પણ માડી મારી, નિત્ય નવી ને નવી લાગે છે.

સવાર નિત્ય સહુની ઊગે છે, જૂની થઈ સાંઝના એ આથમે છે.

સમય એનું કામ બજાવતું જાય છે, માડી મારી એમાં નિત્ય નવી ને નવી લાગે છે.

ભાવો ને ભાવો બદલાય છે, ભાવોમાં પણ ભાવો જૂના થઈ જાય છે.

પણ મારી માડીના ભાવો ને ઊર્મીઓ, નિત્ય નવી ને નવી લાગે છે.

સાંભળું એકની એક વાત, ખૂબ જૂની જૂની લાગે છે.

પણ મારી માડી મને એક જ વાત કહ્યા કરે, તોય નવી એ લાગે છે.

હોય ના હોય, થઈ ગઈ હોય પ્યારની શરૂઆત, એવું લાગે છે.

કે હરએક વાત એની મને તો, નવી ને નવી લાગે છે.

નવું ને નવું પણ કાલે જુનું થઈ જાય છે.
Navum ne navum pana kale junum thai jaya chhe.

View Original
Increase Font Decrease Font

નવું ને નવું પણ કાલે જુનું થઈ જાય છે.

પણ માડી મારી, નિત્ય નવી ને નવી લાગે છે.

સવાર નિત્ય સહુની ઊગે છે, જૂની થઈ સાંઝના એ આથમે છે.

સમય એનું કામ બજાવતું જાય છે, માડી મારી એમાં નિત્ય નવી ને નવી લાગે છે.

ભાવો ને ભાવો બદલાય છે, ભાવોમાં પણ ભાવો જૂના થઈ જાય છે.

પણ મારી માડીના ભાવો ને ઊર્મીઓ, નિત્ય નવી ને નવી લાગે છે.

સાંભળું એકની એક વાત, ખૂબ જૂની જૂની લાગે છે.

પણ મારી માડી મને એક જ વાત કહ્યા કરે, તોય નવી એ લાગે છે.

હોય ના હોય, થઈ ગઈ હોય પ્યારની શરૂઆત, એવું લાગે છે.

કે હરએક વાત એની મને તો, નવી ને નવી લાગે છે.

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

navuṁ nē navuṁ paṇa kālē junuṁ thaī jāya chē.

paṇa māḍī mārī, nitya navī nē navī lāgē chē.

savāra nitya sahunī ūgē chē, jūnī thaī sāṁjhanā ē āthamē chē.

samaya ēnuṁ kāma bajāvatuṁ jāya chē, māḍī mārī ēmāṁ nitya navī nē navī lāgē chē.

bhāvō nē bhāvō badalāya chē, bhāvōmāṁ paṇa bhāvō jūnā thaī jāya chē.

paṇa mārī māḍīnā bhāvō nē ūrmīō, nitya navī nē navī lāgē chē.

sāṁbhaluṁ ēkanī ēka vāta, khūba jūnī jūnī lāgē chē.

paṇa mārī māḍī manē ēka ja vāta kahyā karē, tōya navī ē lāgē chē.

hōya nā hōya, thaī gaī hōya pyāranī śarūāta, ēvuṁ lāgē chē.

kē haraēka vāta ēnī manē tō, navī nē navī lāgē chē.