પ્રભુ એક પટતી નથી, બીજી નજર સામેથી હટતી નથી, ને ત્રીજી સાથે મુલાકાત થાતી નથી
પ્રભુ કર્યા ઘણા વ્રત, પણ અસર કાંઈ થાતી નથી
કે ઇચ્છાઓ અમારી કાંઈ, ઓછી થાતી નથી, ઘટાડો એમાં થાતો નથી
જાગે એક ત્યાં બીજી, જાગ્યા વિના રહેતી નથી
આ બંનેના જાગરણમાં, ઊંઘ અમારી પૂરી થાતી નથી, કે ઇચ્છાઓ ઓછી થાતી નથી
એક નજર મેળવતી નથી, ને બીજી નજરોને ઝૂકાવતી નથી
આવી હાલતમાં અમારી નજરમાં, કોઈ સમાઈ શક્તી નથી
હાલ સુધરે થોડા, કર્યા એ બહાને ઘણા પ્રયત્નો, જીવનમાં અમે
પણ અહીંયા હાલત, બગાડવાવાળાઓની કોઈ કમી નથી, કે ઇચ્છાઓ …
એક મરે ત્યાં બીજી જાગે, કે અંત ને શરૂઆતની સમજ પડતી નથી
- સંત શ્રી અલ્પા મા
prabhu ēka paṭatī nathī, bījī najara sāmēthī haṭatī nathī, nē trījī sāthē mulākāta thātī nathī
prabhu karyā ghaṇā vrata, paṇa asara kāṁī thātī nathī
kē icchāō amārī kāṁī, ōchī thātī nathī, ghaṭāḍō ēmāṁ thātō nathī
jāgē ēka tyāṁ bījī, jāgyā vinā rahētī nathī
ā baṁnēnā jāgaraṇamāṁ, ūṁgha amārī pūrī thātī nathī, kē icchāō ōchī thātī nathī
ēka najara mēlavatī nathī, nē bījī najarōnē jhūkāvatī nathī
āvī hālatamāṁ amārī najaramāṁ, kōī samāī śaktī nathī
hāla sudharē thōḍā, karyā ē bahānē ghaṇā prayatnō, jīvanamāṁ amē
paṇa ahīṁyā hālata, bagāḍavāvālāōnī kōī kamī nathī, kē icchāō …
ēka marē tyāṁ bījī jāgē, kē aṁta nē śarūātanī samaja paḍatī nathī
|