ઓ ઘટ-ઘટના વાસી, પુકારે તારી દાસી
તારા પ્રેમની છે પ્યાસી, ઓ મારા નાથ રે
તારા દર્શનની છે પ્યાસી, ઓ મારા વહાલા નાથ રે
આપી દર્શન, પૂરી કર મારી આશ રે
પીવરાવી પ્રેમ તારો, બુઝાવ મારી પ્યાસ રે, ઓ ઘટ-ઘટના...
રડી રહી છે આંખલડી મારી, મારા દિલની છે એક જ પોકાર રે
પ્રભુ, આપી દર્શન, પૂરી કર મારી આશ રે, ઓ ઘટ-ઘટના...
ના ઘડી વીતે, ના પળ, તને જોયા વીણ
સમય ના વીતે મારો આજ-કાલ, ઓ ઘટ-ઘટના...
નયન બની ગયા મારા અધીરા
ધીરજ ના હવે તો ધરાય રે, ઓ ઘટ-ઘટના...
- સંત શ્રી અલ્પા મા
ō ghaṭa-ghaṭanā vāsī, pukārē tārī dāsī
tārā prēmanī chē pyāsī, ō mārā nātha rē
tārā darśananī chē pyāsī, ō mārā vahālā nātha rē
āpī darśana, pūrī kara mārī āśa rē
pīvarāvī prēma tārō, bujhāva mārī pyāsa rē, ō ghaṭa-ghaṭanā...
raḍī rahī chē āṁkhalaḍī mārī, mārā dilanī chē ēka ja pōkāra rē
prabhu, āpī darśana, pūrī kara mārī āśa rē, ō ghaṭa-ghaṭanā...
nā ghaḍī vītē, nā pala, tanē jōyā vīṇa
samaya nā vītē mārō āja-kāla, ō ghaṭa-ghaṭanā...
nayana banī gayā mārā adhīrā
dhīraja nā havē tō dharāya rē, ō ghaṭa-ghaṭanā...
|
Explanation in English
|
|
O Indweller of every heart, your devotee calls out to you.
She is deeply thirsty for your love, O my Master.
She is deeply thirsty for a glimpse of you, O my beloved Master.
Grant me your divine vision and fulfill my deepest hope.
Make me drink your pure love and quench this agonizing thirst, O Indweller of every heart...
My eyes are weeping continuously, and my heart has only one desperate cry.
O Lord, grant me your divine vision and fulfill my deepest hope, O Indweller of every heart...
Neither a single moment nor a second passes peacefully without catching a sight of you.
My days and nights simply refuse to pass by lately, O Indweller of every heart...
My eyes have grown completely restless with anticipation,
I can no longer hold on to my patience anymore, O Indweller of every heart...
|