View Hymn (Bhajan)

Sr No. 248 | Date: 13-Jul-19931993-07-13નથી કોઈ તારા વગર બીજો આધાર પ્રભુhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-koi-tara-vagara-bijo-adhara-prabhuનથી કોઈ તારા વગર બીજો આધાર પ્રભુ

આ જીવનમાં નથી કોઈ બીજો આધાર

તારા વગર નહીં કરી શકું હું કાંઈ પણ કાર્ય

બની જઈશ નિષ્ક્રિય હું તો તારા વગર - આ જીવનમાં...

સોંપી દીધું છે જ્યાં તને બધું, ત્યાં તું લેતાં ખચકાય?

કે પ્રભુ, મને તું અપનાવતા અચકાય? આ જીવનમાં...

નથી હું તો યોગ્ય, પણ તું મને યોગ્ય બનાવ

નહીં રહી શકું તારા વગર પ્રભુ, નહીં બોલી શકું તારા વગર - આ જીવનમાં...

નહીં ચાલી શકું તારા વગર ,નહીં વિચારી શકું તારા વગર પ્રભુ

છે બસ એક જ તું મારો આધાર - આ જીવનમાં...

નથી કોઈ તારા વગર બીજો આધાર પ્રભુ
Nathi koi tara vagara bijo adhara prabhu

View Original
Increase Font Decrease Font

 
નથી કોઈ તારા વગર બીજો આધાર પ્રભુ

આ જીવનમાં નથી કોઈ બીજો આધાર

તારા વગર નહીં કરી શકું હું કાંઈ પણ કાર્ય

બની જઈશ નિષ્ક્રિય હું તો તારા વગર - આ જીવનમાં...

સોંપી દીધું છે જ્યાં તને બધું, ત્યાં તું લેતાં ખચકાય?

કે પ્રભુ, મને તું અપનાવતા અચકાય? આ જીવનમાં...

નથી હું તો યોગ્ય, પણ તું મને યોગ્ય બનાવ

નહીં રહી શકું તારા વગર પ્રભુ, નહીં બોલી શકું તારા વગર - આ જીવનમાં...

નહીં ચાલી શકું તારા વગર ,નહીં વિચારી શકું તારા વગર પ્રભુ

છે બસ એક જ તું મારો આધાર - આ જીવનમાં...



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


nathī kōī tārā vagara bījō ādhāra prabhu

ā jīvanamāṁ nathī kōī bījō ādhāra

tārā vagara nahīṁ karī śakuṁ huṁ kāṁī paṇa kārya

banī jaīśa niṣkriya huṁ tō tārā vagara - ā jīvanamāṁ...

sōṁpī dīdhuṁ chē jyāṁ tanē badhuṁ, tyāṁ tuṁ lētāṁ khacakāya?

kē prabhu, manē tuṁ apanāvatā acakāya? ā jīvanamāṁ...

nathī huṁ tō yōgya, paṇa tuṁ manē yōgya banāva

nahīṁ rahī śakuṁ tārā vagara prabhu, nahīṁ bōlī śakuṁ tārā vagara - ā jīvanamāṁ...

nahīṁ cālī śakuṁ tārā vagara ,nahīṁ vicārī śakuṁ tārā vagara prabhu

chē basa ēka ja tuṁ mārō ādhāra - ā jīvanamāṁ...
Explanation in English Increase Font Decrease Font

I have no other anchor besides You, O Lord,

In this life, I have absolutely no other anchor.

Without You, I will not be able to accomplish any task at all,

I will become completely helpless and inactive without You - in this life...

When I have already surrendered everything to You, why do You hesitate to accept it?

Or do You hesitate to make me Your own, O Lord - in this life...

I am certainly not worthy, but please mold me and make me worthy.

I cannot exist without You, Lord, I cannot speak without You - in this life...

I cannot walk without You, I cannot think without You, O Lord,

You, and You alone, are my sole anchor - in this life...