View Hymn (Bhajan)
Hymn No. 3740 | Date: 19-Dec-19991999-12-191999-12-19ઓ સૂક્ષ્મ ચાલ ચાલનારા જગના નાથ, ચાલ ચાલે છે તું કેવી, જીવનમાં ના અમને એ સમજાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=o-sukshma-chala-chalanara-jagana-natha-chala-chale-chhe-tum-kevi-jivanamamઓ સૂક્ષ્મ ચાલ ચાલનારા જગના નાથ, ચાલ ચાલે છે તું કેવી, જીવનમાં ના અમને એ સમજાય છે
કહેવું તો શું ને કેમ, જ્યાં ના આવડે કહેતા, તોય કાંઈક ને કાંઈક કહેવાઈ જાય છે.
ના સમજમાં જીવનમાં અમે ચાહીએ રહેવા, કે છૂટવા એ પણ ના અમને સમજાય છે.
તારી કરામતો અમે જોઈએ અને જાણીએ, પણ તારા રાઝથી અમે અજાણા છીએ.
કરીએ ક્યારેક પ્યારથી સ્વીકાર તો, ક્યારેક ફરિયાદોથી તને વધાવીએ છીએ.
શંકાકુશંકાના સંગમાં, તો ક્યારેક વિશ્વાસની આસપાસ અમે ભમીએ છીએ
કરીએ એક બે ગુનાહ તો તને કહી શકીશ, પણ અમે તો ગુનાહ પર ગુનાહ કરતા જઈએ છીએ
ના જાણીએ તારી લીલા, ત્યાં તારાથી મૂહ મોડીને બેસીએ આવું અમે કરીએ છીએ
તને પામવા તો નીકળીએ પણ, ખુદને ભૂલવાના બદલે, ખુદને યાદ કરતા જઈએ
ત્યાગની રાહ પર સ્વાર્થના તાંતણા અમે પાથરતા જઈએ, ઓ…….
ઓ સૂક્ષ્મ ચાલ ચાલનારા જગના નાથ, ચાલ ચાલે છે તું કેવી, જીવનમાં ના અમને એ સમજાય છે