View Hymn (Bhajan)
Hymn No. 3741 | Date: 19-Dec-19991999-12-191999-12-19અંતરમાં કરજો વાસ તમે, રહેજો સદા સાથ, ઓ મારા ભોળાનાથSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=antaramam-karajo-vasa-tame-rahejo-sada-satha-o-mara-bholanathaઅંતરમાં કરજો વાસ તમે, રહેજો સદા સાથ, ઓ મારા ભોળાનાથ
શ્વાસેશ્વાસમાં અમારા ગૂંથજો મીઠાં નામ તમારા, ઓ મારા ભોળાનાથ
આપતા રહેજો અમને તો તમે, તમારા પ્રેમનો પ્રસાદ, ઓ મારા ભોળાનાથ
પુકારીએ છીએ તમને અમે, અરે પુકારજો તમે પણ ક્યારેક દઈને મીઠો સાદ
મસ્તીમાં રહેજો સદા સાથ તમે, રહેજો ના ઉદાસ, ઓ મારા ભોળાનાથ
દિલમાં અમારા રહે સદા તમારો વાસ, મળે અમને તમારા જ્ઞાનનો પ્રસાદ, ઓ ...
કહી દો ક્યારેક તમે પણ દિલથી દિલની વાત, ઓ મારા ભોળાનાથ
પ્યાસ અમારા નયનોની ને હૃદયની, તમે હવે બુઝાવો, ઓ ભોળાનાથ
ચાહીએ અમે સંગ ને સાથ તમારો, ના રહેવા દેજો અમારામાં કોઈ કચાસ ઓ …
આવો અમારા આવાસમાં, કરશું સંગ સહેવાસ, ઓ મારા ભોળાનાથ
અંતરમાં કરજો વાસ તમે, રહેજો સદા સાથ, ઓ મારા ભોળાનાથ