View Hymn (Bhajan)

Sr No. 3896 | Date: 23-Jul-20002000-07-23પહોંચવુ છે મંજિલ પર મારે, ને સમાવવું છે મંજિલમાં મારેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pahonchavu-chhe-manjila-para-mare-ne-samavavum-chhe-manjilamam-mareપહોંચવુ છે મંજિલ પર મારે, ને સમાવવું છે મંજિલમાં મારે

કરશે પ્રભુ તું બધું એમાં, પણ કેમ કહું કે મારી કોઈ જવાબદારી નથી

ખાલી કહેવાથી તો કાંઈ પણ થાતું નથી, કે કર્મ વગર કાંઈ મળતું નથી

સોંપી દીધું જ્યાં તને બધું, સરળ બની જાશે એ કાર્ય, એમાં ના નથી

કરાવશે તું ને તું બધા કર્મો પછી, કે જવાબદારી તું અદા કર્યા વિના રહેતો નથી

આપી છે બુદ્ધિ ઉપયોગ કરવા તે, જો એ ના કરું તો ના ચાલશે

આપ્યા છે હાથ પગ કર્મ કરવાને, એ ના કરું તો ના ચાલશે

સતકર્મ કર્યા વગર તો ચાલવાનું નથી, બેજવાબદારીભર્યો રવહેવાર તને પસંદ નથી

જેટલો સાથ સહકાર હશે મારો, એટલું કાર્ય જલદી થાશે

પ્રભુને સોંપવું છે, એ મોટો પુરુષાર્થ જીવનમાં, એ કાંઈ બેજવાબદાર થવાનો રસ્તો નથી.

પહોંચવુ છે મંજિલ પર મારે, ને સમાવવું છે મંજિલમાં મારે
Pahonchavu chhe manjila para mare, ne samavavum chhe manjilamam mare

View Original
Increase Font Decrease Font

પહોંચવુ છે મંજિલ પર મારે, ને સમાવવું છે મંજિલમાં મારે

કરશે પ્રભુ તું બધું એમાં, પણ કેમ કહું કે મારી કોઈ જવાબદારી નથી

ખાલી કહેવાથી તો કાંઈ પણ થાતું નથી, કે કર્મ વગર કાંઈ મળતું નથી

સોંપી દીધું જ્યાં તને બધું, સરળ બની જાશે એ કાર્ય, એમાં ના નથી

કરાવશે તું ને તું બધા કર્મો પછી, કે જવાબદારી તું અદા કર્યા વિના રહેતો નથી

આપી છે બુદ્ધિ ઉપયોગ કરવા તે, જો એ ના કરું તો ના ચાલશે

આપ્યા છે હાથ પગ કર્મ કરવાને, એ ના કરું તો ના ચાલશે

સતકર્મ કર્યા વગર તો ચાલવાનું નથી, બેજવાબદારીભર્યો રવહેવાર તને પસંદ નથી

જેટલો સાથ સહકાર હશે મારો, એટલું કાર્ય જલદી થાશે

પ્રભુને સોંપવું છે, એ મોટો પુરુષાર્થ જીવનમાં, એ કાંઈ બેજવાબદાર થવાનો રસ્તો નથી.

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

pahōṁcavu chē maṁjila para mārē, nē samāvavuṁ chē maṁjilamāṁ mārē

karaśē prabhu tuṁ badhuṁ ēmāṁ, paṇa kēma kahuṁ kē mārī kōī javābadārī nathī

khālī kahēvāthī tō kāṁī paṇa thātuṁ nathī, kē karma vagara kāṁī malatuṁ nathī

sōṁpī dīdhuṁ jyāṁ tanē badhuṁ, sarala banī jāśē ē kārya, ēmāṁ nā nathī

karāvaśē tuṁ nē tuṁ badhā karmō pachī, kē javābadārī tuṁ adā karyā vinā rahētō nathī

āpī chē buddhi upayōga karavā tē, jō ē nā karuṁ tō nā cālaśē

āpyā chē hātha paga karma karavānē, ē nā karuṁ tō nā cālaśē

satakarma karyā vagara tō cālavānuṁ nathī, bējavābadārībharyō ravahēvāra tanē pasaṁda nathī

jēṭalō sātha sahakāra haśē mārō, ēṭaluṁ kārya jaladī thāśē

prabhunē sōṁpavuṁ chē, ē mōṭō puruṣārtha jīvanamāṁ, ē kāṁī bējavābadāra thavānō rastō nathī.