View Hymn (Bhajan)

Sr No. 3895 | Date: 23-Jul-20002000-07-23પ્રભુ તારી વાતમાં મને કોઈ શક નથી, એમાં હું બેમત નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tari-vatamam-mane-koi-shaka-nathi-emam-hum-bemata-nathiપ્રભુ તારી વાતમાં મને કોઈ શક નથી, એમાં હું બેમત નથી

કૃપા તારી, કે જીવનમાં મને, કોઈ ખોટી એવી લત નથી

પણ દિલને મારા આજ ધરપત નથી

સમજવા ચાહુ છું હું એને પણ, તારા એ બે શબ્દ પાસે મારી નથી

સોંપું છું સઘળી વ્યથા તને, પણ સોંપવાનો આ સાચો પથ નથી

થઈ છે જે આજ મારી સાથે, એ કોઈ મોટી વાત નથી

સંજોગોનો આ કોઈ પહેલો માર નથી

પ્રભુ તું કહે તે માન્યું બધું, એ વાતમાં કોઈ ઇન્કાર નથી

સમજાવીને તું થાક્યો, હું તોય ના સમજ્યો, આ ખોટી વાત નથી

કરું શું કે પડે જ્યારે, ત્યારે તારી વાત મને યાદ નથી

પ્રભુ તારી વાતમાં મને કોઈ શક નથી, એમાં હું બેમત નથી
Prabhu tari vatamam mane koi shaka nathi, emam hum bemata nathi

View Original
Increase Font Decrease Font

પ્રભુ તારી વાતમાં મને કોઈ શક નથી, એમાં હું બેમત નથી

કૃપા તારી, કે જીવનમાં મને, કોઈ ખોટી એવી લત નથી

પણ દિલને મારા આજ ધરપત નથી

સમજવા ચાહુ છું હું એને પણ, તારા એ બે શબ્દ પાસે મારી નથી

સોંપું છું સઘળી વ્યથા તને, પણ સોંપવાનો આ સાચો પથ નથી

થઈ છે જે આજ મારી સાથે, એ કોઈ મોટી વાત નથી

સંજોગોનો આ કોઈ પહેલો માર નથી

પ્રભુ તું કહે તે માન્યું બધું, એ વાતમાં કોઈ ઇન્કાર નથી

સમજાવીને તું થાક્યો, હું તોય ના સમજ્યો, આ ખોટી વાત નથી

કરું શું કે પડે જ્યારે, ત્યારે તારી વાત મને યાદ નથી

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu tārī vātamāṁ manē kōī śaka nathī, ēmāṁ huṁ bēmata nathī

kr̥pā tārī, kē jīvanamāṁ manē, kōī khōṭī ēvī lata nathī

paṇa dilanē mārā āja dharapata nathī

samajavā cāhu chuṁ huṁ ēnē paṇa, tārā ē bē śabda pāsē mārī nathī

sōṁpuṁ chuṁ saghalī vyathā tanē, paṇa sōṁpavānō ā sācō patha nathī

thaī chē jē āja mārī sāthē, ē kōī mōṭī vāta nathī

saṁjōgōnō ā kōī pahēlō māra nathī

prabhu tuṁ kahē tē mānyuṁ badhuṁ, ē vātamāṁ kōī inkāra nathī

samajāvīnē tuṁ thākyō, huṁ tōya nā samajyō, ā khōṭī vāta nathī

karuṁ śuṁ kē paḍē jyārē, tyārē tārī vāta manē yāda nathī