Home » All Hymns » પળે પળે બદલાતા મારા વ્યવહારની આ વાત છે
  1. Home
  2. All Hymns
  3. પળે પળે બદલાતા મારા વ્યવહારની આ વાત છે
Hymn No. 1127 | Date: 07-Jan-19951995-01-07પળે પળે બદલાતા મારા વ્યવહારની આ વાત છેhttps://www.mydivinelove.org/bhajan/?title=pale-pale-badalata-mara-vyavaharani-a-vata-chheપળે પળે બદલાતા મારા વ્યવહારની આ વાત છે
નથી સ્થિરતા જેમાં, એવા વર્તનની આ વાત છે
નથી ફરિયાદ સિવાય કાંઈ, બસ એમાં ફરિયાદ ને ફરિયાદ છે
આશા ભરી બહુ ઓછી, નિરાશાથી એ તો ભરપૂર છે
સત્ય ને અસત્ય વચ્ચે ખેલાતી, આંખમિચોલીની આ વાત છે
અહંકાર ભરેલા નાદાન હૈયાનો જેમાં સાથ છે
છે એ તો એવી રે વાત, જેમાં ના કાંઈ માલ છે
લાપરવાઈ ને બેપરવાઈથી ભરપૂર મારી વાત છે
નથી ખબર જ્યાં ખૂદની, આવી બેખબરીની આ વાત છે
આશા ને નિરાશા વચ્ચે રમતી, જિંદગીની આ વાત છે
Text Size
પળે પળે બદલાતા મારા વ્યવહારની આ વાત છે