સ્વાર્થને ત્યજવામાં જે મજા છે એ મઝા સ્વાર્થ પાછળ તણાવામાં ક્યાં છે?
દરિયાદિલમાં જે મજા છે, એ મઝા સંકુચિતતામાં ક્યાં છે?
કોઈને સુખ આપવામાં જે મજા છે, એ મજા સુખ ભોગવવામાં ક્યાં છે?
ઇચ્છાઓનો ત્યાગ કરવામાં જે મજા છે, એ મજા ઇચ્છા પાછળ ભાગવામાં ક્યાં છે?
પરભાવોમાં જે મઝા છે, પરમ ભાવોમાં છે મજા છે, એ મજા અનિષ્ટ ભાવોમાં ક્યાં છે?
જીવનની બાજીને જીતવામાં જ્યાં એ મજા છે, એ મઝા હારીને જીવવામાં ક્યાં છે?
આશાનો દીપક પ્રગટાવીને જીવવામાં જે મજા છે, એ મજા નિરાશામાં ડૂબવામાં ક્યાં છે?
પ્રેમભાવમાં રહેવામાં જે મજા છે ,એ મઝા અહંકારમાં તો ક્યાં છે?
ફર્જ નિભાવવામાં જે મજા છે ,એ મજા બેજવાબદાર બનવામાં ક્યાં છે?
પ્રભુ તારું ભક્તિગાન કરવામાં જે મજા છે, એ મજા માયાગાનમાં ક્યાં છે?
- સંત શ્રી અલ્પા મા
Explanation in English
The pleasure in giving up selfish ways, that pleasure is not in running after selfish ways.
The pleasure is in magnanimity, that pleasure is not there in being stingy.
The pleasure is in giving happiness to someone and not running after our own comfort
The pleasure is in giving up desires and not running after desires
The pleasure is in pious emotions and not in evil emotions
The pleasure is in winning the game of life, the pleasure is not in drowning in sorrow
The pleasure is in living in the emotions of love, that pleasure is not in living with ego
The pleasure is in carrying out the work with responsibility, there is no pleasure in being irresponsible
Oh God, the pleasure is in devotion towards you, the pleasure is not in running after maya.