View Hymn (Bhajan)
Hymn No. 4774 | Date: 23-Jan-20192019-01-232019-01-23પામીને તારો સાથ પ્રભુજી, ભ્રમણા ના ભાંગે જરાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pamine-taro-satha-prabhuji-bhramana-na-bhange-jarayaપામીને તારો સાથ પ્રભુજી, ભ્રમણા ના ભાંગે જરાય
આ તો કેવી અવદશા અમારી, કહો કિસ વીધ જાય
મન રહે ડુબ્યું માયા મહી, માયા ના મરે જરાય
અંત તો થાય આ જીવન કાળનો, તોય તંત ખતમ ના થાય
સમજીને પણ ના સમજીએ, જાણીને રહીએ અજાણ
કરવા ચાહીએ ઘણું ઘણું, કરી ના શકીએ રે કાંઈ
નિત સંગ ચાહીએ નાથ તારો, તોય વિષય-વાસનામાંથી બહાર ના નીકળાય
સમય સર સર કરતો સરકે એવો, મન માયાની મદીરા પીતું જાય
જાગ્યો છે પ્રેમ તારા કાજે વહાલા, દીદાર તારા તોય ના થાય
અંતરની કથની કહીએ અમારી, છે આ તો સચ્ચાઈ
ચાહીએ તને ને તને, રહે તું ને તું, કરો અમારો કોઈ ઉપચાર
પામીને તારો સાથ પ્રભુજી, ભ્રમણા ના ભાંગે જરાય