View Hymn (Bhajan)
Hymn No. 4773 | Date: 23-Jan-20192019-01-232019-01-23ઘટ ઘટમાં છે તું વસ્યો, નજરે તોય ના દેખાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ghata-ghatamam-chhe-tum-vasyo-najare-toya-na-dekhayaઘટ ઘટમાં છે તું વસ્યો, નજરે તોય ના દેખાય
નજર ગોતે તને હર ઘટમાં, છુપાયો ક્યાં એ ના સમજાય
મન જ્યાં તારામાં રત બને, તને ને તને સમરતું જાય
કૃપા ઊતરે તારી સાહેબ, અંતરને ત્યારે તારી અનુભૂતિ થાય
અંતરના એ તારમાં લાગે જ્યાં તારો તાર, ત્યાં અંતર નું અંતર કપાય
શ્વાસોમાં તું, તું રમે રમત તારી, કળી ના કળાય
ક્યારેક નિર્જીવને સજીવ કરે, ક્યારેક સજીવ નિર્જીવ થાય
અખંડ લીલા તારી પ્રભુ, સમર્પણ વગર ના સમજાય
શિવમાંથી જીવ અવતરે, ને જીવ પાછો શિવમાં સમાય
અંત ને અનંતની આ ગાથા, લખી તો ના લખાય
ઘટ ઘટમાં છે તું વસ્યો, નજરે તોય ના દેખાય