પ્રભુ છે આ તારી માયાવી નગરી,
રંગો એમાં તે તો ભર્યા છે ભાત ભાતના,
એ રંગોમાં છે એક જ રંગ સાચો તારા નામનો,
પ્રભુ કોશિશ કરું છું હું એ બધા રંગોથી ન રંગાઈ જાઉં,
તારા રંગમાં ભિંજાઈ જાઉં,
ચઢાવે છે તું તો ભક્તિ રૂપી પાકો રંગ તારા ભક્તને,
પણ ચીકણી છે સપાટી મારા હૈયાની,
નથી રહેતો તારો લગાવેલો રંગ મારા હૈયા પર,
ચમકે છે થોડી વાર હૈયાની સપાટી,
ત્યાં તો પ્રભુ અહંના બાણથી એ વિંધાઈને ખરબચડી એ બની જાય છે,
બીજા રંગોમાં ન નહાયા છતાં પણ લાગી જાય છે,
પણ તારા નામનો રંગ ટકાવવો એ તો સહેલું નથી,
પણ પ્રભુ, શક્તિ આપજે મને કે સમર્થ એમાં હું બની જાઉં
- સંત શ્રી અલ્પા મા