પ્રભુ મજબૂર છે, પ્રભુ મજબૂર છે, એટલે તો એ હૈયામાં વસીને હૈયાથી દૂર છે
એના જ બનાવેલા કર્મના કાયદાથી, એના આજ થયા આ હાલ છે
કરવા ચાહે કાંઈ તોય ના કરી શકે, જ્યાં યોગ્યતાનો અભાવ છે
જાગી જાય ભક્તિભાવ ક્ષણમાં ભલે, એ ક્ષણના તાંતણા ઝીલવા પ્રભુ મજબૂર છે
લોભને ના મૂકે થોભ જ્યાં માનવી, તો એને આપવામાં પ્રભુ મજબૂર છે
દીધું જે જે એણે જેણે, કર્યો દૂરુઉપયોગ જેણે, એને વધુ આપવામાં પ્રભુ મજબૂર છે
ના લગાડ્યા જેણે બધાને પ્રેમથી હૈયે, એને હૈયે લગાડવા પ્રભુ મજબૂર છે
સાચા દિલથી કોઈ એને પોકારે, તો આવે છે એ તો એની પાસે, એની પાસે આવવા એ મજબૂર છે
ચાહે છે જે બંધન ને બંધન એને મુક્તિ ના આપી શકે પ્રભુ, કે પ્રભુ મજબૂર છે
મજબૂરીથી પર છે જે સદા, તોય લાગે છે કે પ્રભુ તો મજબૂર છે
- સંત શ્રી અલ્પા મા