View Hymn (Bhajan)
Hymn No. 1554 | Date: 15-Jun-19961996-06-151996-06-15પ્રભુ તારા પ્યારમાં જીવવું છે મને, તારા પ્યારમાં મરવું છે મનેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-tara-pyaramam-jivavum-chhe-mane-tara-pyaramam-maravum-chhe-maneપ્રભુ તારા પ્યારમાં જીવવું છે મને, તારા પ્યારમાં મરવું છે મને
નથી કરવું બીજું કાંઈ બસ, પ્યાર તને કરવો છે મારે
તારા પ્યારની ગહેરાઈમાં, વધારેવધારે ડૂબવું છે મને
તારા દિલમાં ઘર મારું કરવું છે, મને તારા પ્યારમાં જીવવું,પ્રભુ તારા પ્યારમાં …
ભુલાવી છે ખોટી પહેચાનોને, સાચી ઓળખ શોધવી છે મારી, મને
કરવા જેવું બીજું કાંઈ નથી, આ જગમાં મને પ્યાર કરવો છે તને
બેહોશીમાંથી બહાર નીકળી, સાચી હોશ સુધી પહોંચવું છે મને
ભૂલીને બધી તડપન, મસ્તીભર્યા સાગરમાં તરવું છે, મને
ભૂલો પડયો છું જે ભૂલભૂલૈયામાં, એમાંથી બહાર નીકળવું છે મને
છોડીને બધું ભૂલીને બધું, યાદ તને કરવો છે મને, તારા પ્યાર ..
પ્રભુ તારા પ્યારમાં જીવવું છે મને, તારા પ્યારમાં મરવું છે મને