પ્રભુ તારી હિંમત, મારામાં હિંમત જગાવી ગઈ, ત્યાં મને તો મળી રે ગઈ
હતી જે મનોકામના મારી એને એ પૂરી કરાવી રે ગઈ, પ્રભુ તારી રે હિંમત …
વિકટ ક્ષણોમાં બી સાહસ ને સામર્થ્ય અર્પણ કરી રે ગઈ, પ્રભુ તારી રે …
અશક્ય કાર્યને શક્ય કરી ગઈ, સફળતા એમાં અપાવી રે ગઈ, પ્રભુ તારી રે
મારા ડરને હટાવીને મારા અધૂરા કાર્યને પૂરું એ તો કરાવી રે ગઈ
નવી સૂઝ ને શક્તિ એ તો મને આપી રે ગઈ, પ્રભુ તારી હિંમત મારા …
મળી હતી જે બે-ચાર ક્ષણો ઉપયોગ એનો પૂરો કરાવી રે ગઈ, પ્રભુ …
મારી આખી બાજીને પળમાં એ પળટાવી રે ગઈ, પ્રભુ તારી હિંમત
જોઈ જ્યાં મેં તારી હિંમત, પ્રભુ અનુભવી જ્યાં મેં એને, દંગ હું ત્યાં રહી ગઈ
મારા હૈયામાં ને મનમાં શક્તિનું સિંચન એ તો કરી રે ગઈ, પ્રભુ તારી …
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
prabhu tārī hiṁmata, mārāmāṁ hiṁmata jagāvī gaī, tyāṁ manē tō malī rē gaī
hatī jē manōkāmanā mārī ēnē ē pūrī karāvī rē gaī, prabhu tārī rē hiṁmata …
vikaṭa kṣaṇōmāṁ bī sāhasa nē sāmarthya arpaṇa karī rē gaī, prabhu tārī rē …
aśakya kāryanē śakya karī gaī, saphalatā ēmāṁ apāvī rē gaī, prabhu tārī rē
mārā ḍaranē haṭāvīnē mārā adhūrā kāryanē pūruṁ ē tō karāvī rē gaī
navī sūjha nē śakti ē tō manē āpī rē gaī, prabhu tārī hiṁmata mārā …
malī hatī jē bē-cāra kṣaṇō upayōga ēnō pūrō karāvī rē gaī, prabhu …
mārī ākhī bājīnē palamāṁ ē palaṭāvī rē gaī, prabhu tārī hiṁmata
jōī jyāṁ mēṁ tārī hiṁmata, prabhu anubhavī jyāṁ mēṁ ēnē, daṁga huṁ tyāṁ rahī gaī
mārā haiyāmāṁ nē manamāṁ śaktinuṁ siṁcana ē tō karī rē gaī, prabhu tārī …
Explanation in English
Oh God, your strength awakened strength in me, I got that courage.
What wish I had, that got fulfilled; Oh God, your strength…
In times of distress also, it gave me valour and bravery; Oh God, your strength…
The impossible tasks became possible, it gave me victory in that; Oh God, your strength…
It removed my fear and completed my incomplete tasks; Oh God, your strength…
It gave me new energy and vigour; Oh God, your strength…
Whatever two-three moments I had got, it made me fully utilise them; Oh God, your strength…
My entire game got changed in one moment; Oh God, your strength…
When I saw your strength, when I experienced it, I was astonished; Oh God, your strength…
In my heart and my mind, it nourished energy; Oh God, your strength…