એક વાત કહું છું આજ, મારી આ વાત બધા માની લ્યો
ક્ષણભર માટે છોડીને દામન માયાનું, હાથ પ્રભુનો થામી લ્યો
અરે આવી જાશે મઝા તમને રે એવી, સ્વાદ એનો જરા ચાખી જુઓ
ના જાતા તમે મારા કહેવા પર, આ વાતને તમે અજમાવી જુઓ
મારા અનુભવને તમે બી જરા, અનુભવીને તો જુઓ
આવી જાશે મઝા તમને, મસ્તીભરી મસ્તીમાં ડૂબીને તો જુઓ
ભાંગીને બધી ભ્રમણાઓ, સત્યનો સામનો તમે કરી જુઓ
પહેચાન્યા ઘણાને જીવનમાં, પ્રભુને બી જરા તમે પહેચાનો
વગર માગે આપશે બધું તમને, સંબંધ એના સંગ જરા બાંધી જુઓ
મઝધારમાં ડૂબીને જોયું, નામ એનું લઈ સાગર પાર કરી જુઓ, અરે આવી ...
- સંત શ્રી અલ્પા મા
ēka vāta kahuṁ chuṁ āja, mārī ā vāta badhā mānī lyō
kṣaṇabhara māṭē chōḍīnē dāmana māyānuṁ, hātha prabhunō thāmī lyō
arē āvī jāśē majhā tamanē rē ēvī, svāda ēnō jarā cākhī juō
nā jātā tamē mārā kahēvā para, ā vātanē tamē ajamāvī juō
mārā anubhavanē tamē bī jarā, anubhavīnē tō juō
āvī jāśē majhā tamanē, mastībharī mastīmāṁ ḍūbīnē tō juō
bhāṁgīnē badhī bhramaṇāō, satyanō sāmanō tamē karī juō
pahēcānyā ghaṇānē jīvanamāṁ, prabhunē bī jarā tamē pahēcānō
vagara māgē āpaśē badhuṁ tamanē, saṁbaṁdha ēnā saṁga jarā bāṁdhī juō
majhadhāramāṁ ḍūbīnē jōyuṁ, nāma ēnuṁ laī sāgara pāra karī juō, arē āvī ...
Explanation in English
|
|
I am telling you something today, everyone listen to it carefully.
For a moment leave the curtain of maya and catch the hand of God.
You will enjoy it so much, just taste this intoxication and see it for yourself.
Do not go on what I tell you, experience it yourself.
What I have experienced, you also experience it and see it for yourself.
You will enjoy it so much, immerse yourself in the mischievous mischief and see it for yourself.
Break all your delusions, face the truth and see for yourself.
So many have recognised this in life, now you try and recognise God.
Without asking he will give you so much, just tie a relationship with him and see for yourself.
Drowning in the middle of the sea you saw, now take his name and cross the ocean of maya and you will see for yourself.
|