Home » All Hymns » પૂછતો ને પૂછતો રહ્યો છે, તું નવા ને નવા પ્રશ્નો બધાને
  1. Home
  2. All Hymns
  3. પૂછતો ને પૂછતો રહ્યો છે, તું નવા ને નવા પ્રશ્નો બધાને
Hymn No. 1122 | Date: 05-Jan-19951995-01-05પૂછતો ને પૂછતો રહ્યો છે, તું નવા ને નવા પ્રશ્નો બધાનેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=puchhato-ne-puchhato-rahyo-chhe-tum-nava-ne-nava-prashno-badhaneપૂછતો ને પૂછતો રહ્યો છે, તું નવા ને નવા પ્રશ્નો બધાને
પૂછતાપૂછતા પ્રશ્ન, તું એક પ્રશ્ન બની ગયો છે રે
કદી કર્યો વિચાર જીવનમાં તે, કેટલા પ્રશ્નોના જવાબ તને મળ્યા
પૂછ્યા જેટલા પ્રશ્નો એના બદલામા, તું કેટલા જવાબ મેળવી શક્યો
થાક્યો તું બધી રીતે તોય, ના થાક્યો તું પ્રશ્ન પૂછવામાં રે
પૂછતો ને પૂછતો રહ્યો તું સદા, પ્રશ્નાર્થ ભરી નજર લઈ ફરતો રહ્યો રે
જવાબોમાંથી પણ સવાલ જ,તું શોધતો રહ્યો રે
આવ્યો અંત જવાબોનો, તોય તારા સવાલોનો અંત ના આવ્યો રે
ક્યારેક સાચી તો ક્યારેક ખોટી જીજ્ઞાસા, તું તારામાં જગાડતો રહ્યો રે
ના કર્યો વિચાર ક્યારેય જવાબ પર, બસ સવાલ ને સવાલ પૂછતો આવ્યો રે
Text Size
પૂછતો ને પૂછતો રહ્યો છે, તું નવા ને નવા પ્રશ્નો બધાને