View Hymn (Bhajan)
Hymn No. 4692 | Date: 21-Mar-20182018-03-212018-03-21પૂરીને પ્રાણ તારા તું મુજમાં, મારી ચેતનાને તું જગાડે છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=purine-prana-tara-tum-mujamam-mari-chetanane-tum-jagade-chheપૂરીને પ્રાણ તારા તું મુજમાં, મારી ચેતનાને તું જગાડે છે
તોડીને બંધન બધાં માયાનાં, ને મારા મનને મુક્ત પણ તું ઉડાડે છે
શ્વાસોમાં ભરીને નવી સુગંધ સંગ મારી, તું તો મને રમાડે છે
આનંદ આનંદ ને આનંદથી તું તો, જીવન મને જીવાડે છે
પાથરીને તારા જ્ઞાનના પ્રકાશ, તું દિવ્ય તેજથી મને નવડાવે છે
પ્રેમના આપીને આલિંગન મને, તું મને મારાથી મુક્તિ અપાવે છે
મદહોશીના જામ ભરી ભરીને પીવડાવી, મદહોશ તું કરે છે
શાંતિના સાગરમાં ઊંડે ઊંડે, તું મને તો ડુબાડે છે
તારા પ્રેમનાં ઊછળતોં મોજાંઓથી, નવપલ્લવિત મને તું કરે છે
મસ્તીભર્યા પવનથી તારી તું, મસ્તી મુજમાં તો ભરે છે
પૂરીને પ્રાણ તારા તું મુજમાં, મારી ચેતનાને તું જગાડે છે