View Hymn (Bhajan)
Hymn No. 4693 | Date: 22-Mar-20182018-03-222018-03-22પકડે જો તું હાથ ને મળે જો ગુરુ તારો સાથSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=pakade-jo-tum-hatha-ne-male-jo-guru-taro-sathaપકડે જો તું હાથ ને મળે જો ગુરુ તારો સાથ
પછી શક્ય છે બધું, સંભવ છે બધું, ના કાંઈ અશક્ય છે
નાચ નાચતા મનનું થવું શાંત, ના એ કઠિન છે
મળે સાંનિધ્ય તારું સતત જેને, વિચારોના ચક્રારાવાત એના ખતમ છે
મહેકે જીવન એવું જીવનમાંથી, નિત્ય ઊઠે તારી સુગંધ છે
જ્યાં પૂર્ણ દોર જીવનની સોંપી જેણે તારે હાથ છે
જીવન એનું તો સરળ ને સુગમ, તું તો બનાવે છે
અંતહીન સવાલો ખતમ છે, બધી મૂંઝવણોનો ત્યાં અંત છે
વિકૃત વ્યવહાર બધા ખતમ, ઉત્તમ વ્યવહાર ત્યાં થાય છે
અશક્ય બધું શક્ય બને, જીવન સરળ ને સુગમ છે, પકડે...
પકડે જો તું હાથ ને મળે જો ગુરુ તારો સાથ