રસ્તો સાચો પ્રભુ બતાડી દે છે, કદમ એક ઉઠાવતા રસ્તો સાચો પ્રભુ બતાડી દે છે
ના ચાલે કોઈ એના બતાડેલા રસ્તા પર, તો એ દુઃખી ને દુઃખી થઈ જાય છે
એમાં તો મારા પ્રભુનો શું દોષ? એમાં મારા પ્રભુનો શું દોષ?
દોષી ઠહેરાવે તોય જગ એને, પણ મારા પ્રભુનો શું દોષ? બોલો એમાં એનો શું દોષ?
ભાવ જાગે ખોટા રે હૈયે જ્યારે, કહી દે એની પહેલા કરવા કેમ એને દૂર
ના રહી શકે કોઈ સ્થિર એમાં તો, મારા પ્રભુનો શું દોષ? મારા વહાલાનો શું દોષ?
મૂંઝવણ જાગે રે જ્યારે, માર્ગ બતાડી દે એ તો ત્યારે ને ત્યારે
તોય સૌ કોઈ એમાં મૂંઝાય, ના આવે મૂંઝવણમાંથી રે બહાર, એમાં મારા પ્રભુનો શું દોષ?
સુખી થવાનો સાચો રસ્તો એ તો સૌને બતાડે, ના ચાલે કોઈ એ રસ્તા પર
કરે સૌ પોતાની મનમાની, ના રાખે ભરોસો પ્રભુ પર તો, મારા વહાલાનો શું દોષ?
- સંત શ્રી અલ્પા મા
rastō sācō prabhu batāḍī dē chē, kadama ēka uṭhāvatā rastō sācō prabhu batāḍī dē chē
nā cālē kōī ēnā batāḍēlā rastā para, tō ē duḥkhī nē duḥkhī thaī jāya chē
ēmāṁ tō mārā prabhunō śuṁ dōṣa? ēmāṁ mārā prabhunō śuṁ dōṣa?
dōṣī ṭhahērāvē tōya jaga ēnē, paṇa mārā prabhunō śuṁ dōṣa? bōlō ēmāṁ ēnō śuṁ dōṣa?
bhāva jāgē khōṭā rē haiyē jyārē, kahī dē ēnī pahēlā karavā kēma ēnē dūra
nā rahī śakē kōī sthira ēmāṁ tō, mārā prabhunō śuṁ dōṣa? mārā vahālānō śuṁ dōṣa?
mūṁjhavaṇa jāgē rē jyārē, mārga batāḍī dē ē tō tyārē nē tyārē
tōya sau kōī ēmāṁ mūṁjhāya, nā āvē mūṁjhavaṇamāṁthī rē bahāra, ēmāṁ mārā prabhunō śuṁ dōṣa?
sukhī thavānō sācō rastō ē tō saunē batāḍē, nā cālē kōī ē rastā para
karē sau pōtānī manamānī, nā rākhē bharōsō prabhu para tō, mārā vahālānō śuṁ dōṣa?
|
Explanation in English
|
|
The Lord shows the right path; the moment you take a single step, the Lord shows the right path.
If no one walks on the path shown by Him, they remain deeply unhappy and sorrowful.
What fault is it of my Lord in that? What fault is it of my Lord?
Even if the world blames Him, what fault is it of my Lord? Tell me, what fault is it of His?
When wrong desires or intentions arise in the heart, He advises beforehand how to remove them.
If no one can remain steady in that guidance, what fault is it of my Lord? What fault is it of my Beloved?
Whenever confusion arises, He shows the way right then and there.
Still, everyone gets confused and does not come out of that confusion; what fault is it of my Lord?
He shows everyone the true path to happiness, yet no one walks on that path.
Everyone acts according to their own whims and fails to trust the Lord; what fault is it of my Beloved?
|